૭રમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત ૯ ઓકટોબર સુધી સક્કરબાગ-ઝુમાં મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ

૭રમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત ૯ ઓકટોબર સુધી સક્કરબાગ-ઝુમાં મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ

જૂનાગઢ તા. ૩
જૂનાગઢનાં સુપ્રસિધ્ધ સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે બહારથી આવતા પ્રવાસીઓનો ઘસારો સતત રહે છે. દરમ્યાન ગઈકાલે ર ઓકટોબરથી ૭રમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને આ ઉજવણી આગામી તા. ૮-૧૦-ર૬ દરમ્યાન કરવામાં આવશે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ૭રમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત આવતીકાલે રવિવારે તા. ૪-૧૦-ર૬ સવારે ૯.૩૦ થી ૧ર દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં વિડીયો ડોકયુમેન્ટરી સ્પર્ધા યોજાશે. તેમજ પસંદગી પામેલી પાંચ વિડીયો ડોકયુમેન્ટરી સકકરબાગ ઝુની યુ ટયુબ ચેનલ પર પ્રસારીત કરવામાં આવશે. આ ઉપરાંત વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા પણ યોજવામાં આવશે. પસંદગી પાંચ ફોટોગ્રાફસ સકકરબાગ ઝુની ઈન્સ્ટગ્રામ ચેનલ પર જે તે સ્પર્ધક સાથે પ્રસારીત કરવામાં આવશે. આ ઉપરાંત તા. પ-૧૦-ર૬ સોમવારના રોજ સવારે ૯ થી ૧૧.૩૦ દરમ્યાન વેસ્ટમાંથી બેસ્ટનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત બપોરનાં ર.૩૦ થી પ દરમ્યાન માટીમાંથી વન્ય જીવ અને વન્ય જીવના ચિન્હો અંગેની સ્પર્ધા યોજાશે. જેમાં પ્રથમ વિભાગમાં ધો. પ થી ૮ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જયારે વિભાગ-રમાં ઓપન સ્પર્ધા રાખવામાં આવી છે. તા. ૬-૧૦-ર૬ મંગળવારનાં સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ દરમ્યાન વિવિધ સ્પર્ધા યોજાશે. જે ધો. પ થી ૮ માટે યોજાશે. તેમજ એક સ્કુલમાંથી ફકત બે જ વિદ્યાર્થીઓની એન્ટ્રી મોકલવાની રહેશે. જયારે બપોરનાં ૧પ.૩૦ થી ૧૭ દરમ્યાન નિબંધ સ્પર્ધા યોજાશે. તેમજ તા. ૭-૧૦-ર૬ બુધવારનાં રોજ ટ્રેઝર હન્ટનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત ૧૬ થી ૧૮ દરમ્યાન ઝુ કીપર્સ, એનીચમેન્ટ સ્પર્ધા યોજાશે. જયારે તા. ૮-૧૦-ર૬ ગુરૂવારનાં સવારનાં ૧૦.૩૦ કલાકે વિનામ વિતરણ અને સપ્તાહનું સમાપન યોજાશે. વન્ય પ્રાણી સપ્તાહ દરમ્યાન ર ઓકટોબરથી ઉજવણીનો પ્રારંભ થયો છે. અને તા. ૯-૧૦-ર૬ દરમ્યાન ઝુમાં આવતા તમામ મુલાકાતીઓને નિ:શુલ્ક પ્રવેશ પણ આપવામાં આવશે. વધુ વિગત માટે કોન્ટેક નં. ૯૭૭૭૯ ૦૯રપ૭નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવેલ છે.