સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ખ્યાતનામ બી.ટી.સવાણી કિડની હોસ્પિટલની આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ખ્યાતનામ બી.ટી.સવાણી કિડની હોસ્પિટલની આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી

અમદાવાાદ, તા.૩
મુલાકાત દરમ્યાન આરોગ્યમંત્રીએ હોસ્પિટલની વિવિધ સારવારલક્ષી તથા સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી અને હોસ્પિટલ દ્વારા દર્દીઓને આપવામાં આવતી આધુનિક તથા ગુણવત્તાયુક્ત સેવાઓથી પ્રભાવિત થયા હતા.
હોસ્પિટલને NABHની માન્યતા પ્રાપ્ત થયેલી હોવાની નોંધ લઈ તેમણે હોસ્પિટલમાં ગુણવત્તાયુક્ત સારવાર માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા તેમજ હોસ્પિટલમાં રોબોટિક સર્જરીની અદ્યતન સુવિધાની પણ તેમણે નોંધ લીધી હતી. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં માત્ર બી ટી સવાણી કિડની હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલી કિડની ટ્રાન્સપ્લાન્ટની સેવાઓને તેમણે બિરદાવી હતી. તેમણે હોસ્પિટલની શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ મહત્વપૂર્ણ ગણાવી હતી અને હોસ્પિટલની પ્રગતિ તથા ભવિષ્યના આયોજનો માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મુલાકાત દરમ્યાન હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા આરોગ્યમંત્રીને હોસ્પિટલની વિવિધ સેવાઓ અદ્યતન સારવાર પદ્ધતિઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ રોબોટિક સર્જરી તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટના એમએલએ રમેશભાઈ ટીલાળા હોસ્પિટલના ચેરમેન નાનુભાઈ મકવાણા મેનેજીંગ ટ્રસ્ટી અરુણભાઈ પટેલ ટ્રેઝરર ટ્રસ્ટી રમેશભાઈ પટેલ ટ્રસ્ટી અને પૂર્વ ચેરમેન જયંતિભાઈ ફળદુ ટ્રસ્ટી અને પૂર્વ ચેરમેન ડો.વિવેક જાેષી તથા ટ્રસ્ટી પ્રતિકભાઈ ડઢાણીયા હાજર રહેલ હતા.