આજે દેશભરમાં વેપારીઓ NO UPI DAY મનાવી રહ્યા છે

આજે દેશભરમાં વેપારીઓ NO UPI DAY મનાવી રહ્યા છે

નવી દિલ્હી તા.૨:
બજારોમાં આજે કંઈક અલગ જ નજારો જોવા મળ્યો છે. દુકાનો પર દેખાતા UPi QR કોડ કાળા કપડાથી ઢંકાયેલા છે અને વેપારીઓ ડિજિટલ પેમેન્ટ સ્વીકારી રહ્યા નથી. sMDR ચાર્જના વિરોધમાં ગુજરાતના વેપારીઓએ આજે ‘NO UPI DAY'નું એલાન કર્યું છે, જેમાં ૬૦૦થી વધુ ટ્રેડ યુનિયન જોડાઈને વિરોધ નોંધાવી રહ્યા છે.સામાન્ય રીતે  બજારમાં ખરીદી કર્યા બાદ ગ્રાહકના હાથમાં રોકડ હોય કે ન હોય, મોબાઇલથી QR કોડ સ્કેન કરીને સેકન્ડોમાં પેમેન્ટ થઈ જાય છે. પરંતુ આજે એટલે કે ૨ ઓક્ટોબરે અમદાવાદ સહિત ગુજરાતના અનેક બજારોમાં આ લ્લશ્ય બદલાયેલું જોવા મળી શકે છે. વેપારીઓએ UPI પેમેન્ટનો વિરોધ નોંધાવવા માટે ઊઇ કોડને કાળા કપડાથી ઢાંકવાનો ર્નિણય લીધો છે. આ સાથે આજે વેપારીઓ ગ્રાહકો પાસેથી UPI દ્વારા પેમેન્ટ સ્વીકારશે નહીં.