અમદાવાદ વિમાન દુર્ઘટના શોર્ટ સર્કિટના કારણે થઈ હોવાનો અમેરીકાના વકીલનો દાવો
પિડીત પરિવારો વતી કેસ લડી રહેલા અમેરીકાના વકીલ માઈક એન્ડ્રુઝે પાયલોટને નિર્દોષ ગણાવ્યા : ફલાઈટ ડેટા રેકોર્ડર (એફડીઆર)ની માંગણી કરતી અરજી દાખલ કરી
(એજન્સી) વોશીંગ્ટન તા.૧૩:
ગત તા.૧૨ જૂને ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ફલાઇટમાં સવાર ૨૪૨
લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો. અકસ્માત પછી, ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. સમગ્ર અકસ્માત માટે પાઇલટ્સને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. હવે આ કેસમાં, અમેરિકામાં વરિષ્ઠ વકીલ માઇક એન્ડ્રુઝે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ સમગ્ર અકસ્માત શોર્ટ સકિર્ટને કારણે થયો હતો.
તેમણે પાઇલટને નિર્દોષ ગણાવ્યો છે અને બ્લેક બોક્સ ડેટાની માંગણી કરી છે. આ દાવો યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (હ્લછછ) ની માર્ગદશિર્કા પર આધારિત છે, જેણે સમાન લીકને કારણે શોર્ટ સકિર્ટના કેસ નોંધ્યા છે. વકીલે હવાઈ દુર્ઘટના માટે પાઇલટને દોષી ઠેરવ્યો નથી. એર ઇન્ડિયા ક્રેશના મોટાભાગના પીડિતોના પરિવારોનો કેસ લડી રહેલા અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝે યુએસ કાયદા હેઠળ વિમાન દુર્ઘટનાના ફલાઇટ ડેટા રેકોર્ડર (હ્લડ્ઢઇ)ની માંગણી કરતી અરજી દાખલ કરી છે. એન્ડ્રુઝે નવા પુરાવાના આધારે દાવો કર્યો છે કે શોર્ટ સકિર્ટ વિમાનમાં પાણીના લીકેજને કારણે થયો હતો અને તેમાં પાઇલટનો કોઈ વાંક નહોતો. એન્ડ્રુઝે દાવો કર્યો છે કે શોર્ટ સકિર્ટને કારણે ફયુઅલ સ્વીચ આપમેળે બંધ થઈ ગયો હોત.


