ઈશ્વરીયા ગામેથી વરલી-મટકાનો જુગાર રમતા શખ્સને પકડી પાડતી એલસીબી

વરલી મટકાના આંકડા લખેલ ચીઠ્ઠી તથા બોલપેન સાથે રૂા.10,750ની રોકડ રકમ જપ્ત

ઈશ્વરીયા ગામેથી વરલી-મટકાનો જુગાર રમતા શખ્સને પકડી પાડતી એલસીબી

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.17
પોરબંદર જીલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ઈશ્વરીયા ગામેથી વરલી-મટકાના આંકડાનો જુગારનો ગણનાપાત્ર કેસ પોરબંદર એલ.સી.બી. એ શોધી કાઢ્યો છે જેમાં રૂા.10,750 રોકડા અને ચિઠ્ઠી તથા બોલપેન સાથે એક શખ્સ જુગાર રમતા પકડાયો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે આપવામાં આવેલ સૂચનાઓ મુજબ એલ.સી.બી ટીમ સક્રિય બની કામગીરી કરી રહી છે. તે દરમિયાન એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાની દેખરેખ હેઠળ એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે એલસીબીના એએસઆઈ મુકેશભાઇ માવદીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ ઓડેદરા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુતિયાણાના ઈશ્વરીયા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઈશ્વરીયા ગામ બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી- મટકાના આંકડાઓ ઉપર બેટિંગ લઈ જુગાર રમતા આરોપી બ્રિજેશ વિનોદરાય મેઘનાથી ઠકરાર (ઉંમર 28, રહેવાસી ઈશ્વરીયા, શિવ મંદિર પાસે તા. કુતિયાણાવાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી વરલી મટકાના આંકડા લખેલી 2 ચીઠ્ઠીઓ, 1 બોલપેન અને રૂા.10,750ની રોકડ રકમ જપ્ત કરી છે. આ મામલે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નં.11218004260210/2026 હેઠળ જુગાર અધિનિયમની કલમ 12(અ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.