ભાણવડના રોજીવાળા ગામેથી સાત જુગારીઓ ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૯
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી એમ.વી. રૂદલાલના વડપણ હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.આઈ. કે.જે. કરપડા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નારણભાઈ બેલા, જીતુભાઈ જામ અને લાલાભાઈ ખાટલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીક આવેલા જામ રોજીવાડા ગામના ખાણ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા નુરમામદ ઈભરામ હિંગોરા, કેતન ભીમા કારેણા, ભીમશી ઉર્ફે નગો કરસનભાઈ પાથર, દિનેશ કેશા સોલંકી, રાહુલ રાણા મકવાણા, કાના વજસી સોલંકી અને અરશી કેશા સોલંકી નામના સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા.૨૦,૮૦૦ ની રોકડા રકમ તથા રૂા.૧૫,૧૦૦ ની કિંમતના ચાર મોબાઈલ ફોન અને ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતના બે મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૬૫,૫૮૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી ભાણવડના પી.આઈ. કે.જે. કરપડા, એએસઆઈ જે.પી. જાડેજા, નારણભાઈ બેલા, જીતુભાઈ ગઢવી, કિશોરસિંહ જાડેજા, દિવરાજસિંહ જાડેજા યોગરાજસિંહ ઝાલા તેમજ લાલાભાઈ ખાટલીયા દ્વારા કરવામાં આવી હતી.


