ઓખા-ગાંધીનગર વચ્ચે NEET પરીક્ષા સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે

ઓખા-ગાંધીનગર વચ્ચે NEET પરીક્ષા સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.19
વેસ્ટર્ન રેલવે દ્વારા NEET-2026માં બેસનારા ઉમેદવારોની સુવિધા અને મુસાફરોની વધારાની માંગને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા પર ઓખા અને ગાંધીનગર કેપીટલ વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવનાર છે. 
ટ્રેન નં.09554 ઓખા ગાંધીનગર કેપીટલ શનિવાર તા.20 જૂન, 2026ના રોજ ઓખાથી સવારે 5 વાગ્યે ઉપડશે જે તે જ દિવસે બપોરે 3 વાગ્યે ગાંધીનગર કેપીટલ પહોંચશે. ટ્રેન નં. 09553 ગાંધીનગર કેપીટલ ઓખા સ્પેશ્યલ રવિવાર તા.21 જૂન, 2026ના રોજ ગાંધીનગર થી રાત્રે 10:55 કલાકે ઉપડશે જે સોમવાર 22 જૂન, 2026ના સવારે 6:40 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન માર્ગમાં બન્ને દિશામાં દ્વારકા, ભાટીયા, ખંભાળીયા, કાનાલુસ, જામનગર, હાપા, પડધરી, રાજકોટ, વાંકાનેર, થાન, મૂળી રોડ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડીયા બી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર તથા જનરલ કોચ રહેશે. ટ્રેનોનું બુકીંગ તા.19 જૂનથી શરૂ થશે.