ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ

ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૭
ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. કે.પી. પારેખ, પી.એસ.આઈ. આર.કે. જાડેજા, મરીન કમાન્ડોઝ દ્વારા ગઈકાલે સોમવારે બેટ દ્વારકા, મેંદરડા જેટી, પોશીત્રા, મોમાઈ મંદિર, મીઠાપુર ચોપાટી, શિવરાજપુર બીચ, રૂપેણ બંદર, ભડકેશ્વર મહાદેવ, ગોમતી ઘાટ, ગાયત્રી મંદિર દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવી હતી.