કોંગ્રેસના નેતૃત્વ હેઠળ આજે ગાંધીનગરમાં ખેડુતોની 1111 ટ્રેકટર સાથે વિશાળ રેલી : મંજુરી નહીં
(બ્યુરો) ગાંધીનગર તા.15
ખેડૂતોના અધિકારો માટે આજે કોંગ્રેસ પક્ષ 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહ્યું છે. આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે. કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે. તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડો.તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશે. ગાંધીનગરના શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચશે, જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી આપી નથી. હાલમાં મોટી સંખ્યામાં ખેડૂતો અલગ-અલગ જિલ્લોમાંથી અમદાવાદની શાંતિપુરા ચોકડી ખાતે પહોંચી રહ્યા છે. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર અને કરસન ભાદરકા પણ શાંતિપુરા ચોકડી પહોંચી ગયા છે. કરસન ભાદરકાએ કહ્યું છે કે રેલી નીકળશે ત્યારે ઘણા મંત્રીઓને હાર્ટએટેક આવી જશે એટલે ગાંધીનગર જવાની મંજૂરી આપી નથી.


