વેરાવળ તાલુકાનાં બીજ ગામેથી દિપડો પાંજરે પુરાયો
(પ્રતિનિધી દ્વારા)
પ્ર.પાટણ તા.૧
વેરાવળ તાલુકાના બીજ ગામેથી વન વિભાગે દિપડાને પાંજરે કેદ કર્યો છે. જાણવા મળતી વિગત મુજબ બીજ ગામના ડાયાભાઈ ભીખાભાઈ મેરની વાડીમાં દિપડાની અવર જવર હોય જેમને ગઈકાલે વન વિભાગને અરજી આપેલ હતી. જેથી વન વિભાગે તુરત જ તેની વાડીમાં દિપડો પકડવા પાંજરૂ ગોઠવી દીધેલ હતું જે પાંજરામાં આજે સવારે ૯થી ૧૦ વર્ષનો નર દિપડો પાંજરે કેદ કરી અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે રવાના કરેલ છે. આ સફળ કામગીરી વેરાવળ વનવિભાગના અધીકારીઓ એલ.પી.વરૂ તથા ડી.બી.ચૌધરી તથા સ્ટાફે બજાવી હતી.


