કમલાબાગ પોલીસ સ્ટેશનના સોનાના દાગીનાની થયેલ ચોરીનો ભેદ ગણત્રીની કલાકોમાં ઉકેલતી કમલાબાગ પોલીસ

સાડા પાંચ તોલાના સોનાના દાગીના સાથે જુરીબાગના શખ્સને તેના ઘરેથી મુદામાલ સાથે પોલીસે પકડી પાડ્યો

કમલાબાગ પોલીસ સ્ટેશનના સોનાના દાગીનાની થયેલ ચોરીનો ભેદ ગણત્રીની કલાકોમાં ઉકેલતી કમલાબાગ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.1
પોરબંદરમાં વાઘેશ્વરી પ્લોટમાં આવેલ ઠાકોર દ્વારા એપાર્ટમેન્ટમાં સાડા પાંચ લાખના સોનાના દાગીનાની ચોરીની એક ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તા.૨૮ ના નોંધાઈ હતી ફરીયાદી રામભાઈ સુકાભાઈ કેશવાલા(ઉ.વ.૪૭ ધંધો – ખેતી, રહે. જંગરવારી સીમ, રાતડી ગામ તા.જી.પોરબંદર) દ્વારા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમની માનેલી માતા જયશ્રીબેન પ્રવીણભાઈ પરમારના રહેણાંક સ્થાને કબાટમાં રાખવામાં આવેલ સોનાના દાગીનાની ચોરી થઈ છે. ફરીયાદ મુજબ તા.૧૦-૪-૨૦૨૬ થી તા.૨૪-૪-૨૦૨૬ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ઘરમાં પ્રવેશ કરી લોખંડના કબાટમાંથી આશરે સાડા પાંચ તોલા જેટલા સોનાના દાગીના ચોરી કરી લેવામાં આવેલ છે. ચોરી થયેલા દાગીનામાં એક રૂદ્રાક્ષ પારાવાળી સોનાથી મઢેલી માળા તથા ત્રણ તોલાનો ગણેશ પેન્ડલવાળો સોનાનો ચેઇનનો સમાવેશ થાય છે. આ તમામ દાગીનાની અંદાજિત કિંમત રૂા.૫,૫૦,૦૦૦જેટલી થાય છે. ઘટનાના સમયે ઘરનો દરવાજો દિવસ દરમિયાન ઘણીવાર ખુલ્લો રહેતો હોવાથી અજાણ્યા તત્વોએ તકનો લાભ લીધો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.  ફરીયાદી દ્વારા વધુમાં જણાવાયું છે કે જયશ્રીબેન પરમાર વૃદ્ધ હોવાથી તેઓ હલનચલનમાં અસમર્થ છે, જેના કારણે ચોરીની ઘટના અંગે તેમને તાત્કાલિક જાણ થઈ શકી નહોતી.આ અંગે અજાણ્યા ચોર સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા  પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દરમ્યાન ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકાવર કરી ચોરીનો ભેદ કમલાબાગ પોલીસને ઉકેલવામાં સફળતા મળી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓની સુચના મુજબ તથા પોરબંદર શહેરના ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલિસ ઇન્સ્પેક્ટર આર.સી.કાનમિયાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. પાર્ટ એ-૧૧૨૧૮૦૦૯૨ ૬૦૨૭૫ /૨૦૨૬ બી.એન.એસ. ક.૩૦૫ મુજબના ગુન્હામાં ચોરીમાં ગયેલ મુદામાલ શોધી કાઢવા માટે આજ રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પો.સ.ઇ. એ.એ.ડોડીયાનાઓ સાથે સર્વેલન્સ પો. સ્ટાફના માણસો તપાસમાં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ. ચેતન મોઢવાડીયા તથા સુખાભાઇ જાંબુચા તથા પો.કોન્સ. બલદેવ કારાવદરાને ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસથી સંયુકત રીતે બાતમી હકીકત મળેલ કે ઉપરોકત ગુન્હાનો શકમંદ ઇસમ ઉપરોકત ગુન્હાના કામે ચોરીમાં ગયેલ સોનાના દાગીના સાથે વી.જે. મોઢા કોલેજ સામે પક્ષી અભ્યારણ્યના ગેઇટ પાસે ઉભેલ હોય જેથી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુન્હામાં ચોરીમાં ગયેલ એક રૂદ્રાક્ષના પારાવાળી સોનાથી મઢેલી આશરે અઢી તોલાની માળા તથા ત્રણ તોલાનો સોનાનો ગણેશના પેડલવાળો ચેઇન એમ બંન્ને થઇ કુલ આશરે સાડા પાંચ તોલા સોનાના દાગીના સાથે આરોપીને આશિષ રાજુભાઈ મોરબીયા ઉંમર વર્ષ ૨૭, ધંધો નોકરી, રહે, જૂરીબાગ શેરી નંબર-૧૧ પોરબંદેવાલને તેમના ઘરે પકડી પાડી ધોરણસર અટક કરી આમ ઉપરોકત સોનાના સાડા પાંચ લાખ તોલાના કિ.રૂા.૫,૫૦, ૦૦૦/-ના ચોરીના અનડીટેકટ ગુન્હાને ગણતરીના કલાકોમાં ડીટેકટ કરેલ છે.