ગુજરાત રાજય ખરીદ નીતિનો સરેઆમ ભંગ કરી
જૂનાગઢ મનપાએ જીઆઈપીએલને રૂા.૬.૪૩ કરોડનો કોન્ટ્રાકટ આપી દીધો ?
જૂનાગઢ તા. ૮
જૂનાગઢ મનપા દ્વારા જીઆઈપીએલનો રૂા.૬.૪૩ કરોડનો વર્કઓર્ડર ટેન્ડર વિના આપી દેવાનો મામલો હાલ ભારે ગરમાયો છે અને સારી એવી ચકચાર જગાવી છે. દરમ્યાન મનપા દ્વારા ગુજરાત રાજય ખરીદ નીતિ ર૦ર૪નું પાલન કરવામાં આવ્યું નથી અને રાજયકક્ષાની પોલીસીનો સરેઆમ ભંગ કરેલ હોવાની પણ વિગત બહાર આવી છે. આધારભુત સુત્ર દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત સરકારશ્રી દ્વારા ખાણ અને ખનીજ વિભાગના સંયોજનથી તા. ૧૪-૦૩-૨૦૨૪ ના રોજ સીએમઓશ્રીના ડેશબોર્ડે તથા તમામ પ્રિન્ટ મીડિયા તથા ડિજિટલ મીડિયા ની હાજરીમાં ગુજરાત રાજ્ય ની ખરીદનીતી ને સમગ્ર રાજ્ય માટે એકરૂપ કરવા માટે ગુજરાત રાજ્ય ખરીદ નીતિ ૨૦૨૪ ઠરાવ નંબર જીર્ઁં-૧૦૨૦૨૧-૧૮૮૪૬૦-ઝ્રૐ થી જાેઇન્ટ સેક્રેટરી જે.બી. પટેલ દ્વારા સમગ્ર રાજ્ય માટે ૧ એપ્રિલ ૨૦૨૪ થી અમલીકરણમાં લાવવામાં આવે છે. જેનું ચુસ્તપણે પાલન કરવું દરેક બોર્ડ, કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તથા ગ્રાન્ટ લેતી દરેક સરકારી કવેરી માટે ફરજિયાત છે. આમ છતાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પોલિસી વિષે કોઈપણ પ્રકારની માહિતી ૨૦૨૫ માં પણ નથી. આ ઉપરાંત આ જીઆર પણ તમામ શાખા અધિકારી માટે વંચાણે મુકાયેલ નથી. જેને લીધે સરકારશ્રી દ્વારા બનાવેલ ખરીદીના નિયમનો વારંવાર ભંગ થાય છે અને રી-ટેન્ડર કરવાની પ્રક્રિયા માથી પસાર થવું પડે છે.
આ પોલિસી મુજબ પેરા ૮, પેજ નંબર ૧૧ મુજબ ‘ટેન્ડર વગર ખરીદી’ કેટેગરી એ.બી.સી તથા ડી માં વર્ગીકૃત માન્ય સંસ્થાઓ પાસેથી અને એ પણ ૫ લાખ થી ૧૫ લાખ ની વાર્ષિક મર્યાદા માં જ થઈ શકે છે. ત્યારબાદ ઇંડસ્ટ્રીજ કોમિસનરેટના તા.પરિપત્ર નંબર આઈસો/૦૦૪૦/૦૮/૨૦૨૪ તા.૧૦-૦૯-૨૦૨૪ ના રોજ ‘ગુજરાત રાજ્ય ખરીદ નીતિ ૨૦૨૪’ના અમલીકરણ ની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેના મુદ્દા નંબર ૧૪ માં વિસ્તૃત છણાવટ કરવામાં આવેલ છે કે ટેન્ડર વગરની ખરીદી માન્ય સંસ્થાઓ પાસેથી ઉત્પાદિત માલની ખરીદી બતાવેલી નાણાકીય મર્યાદાને આધીન માત્ર ગૂડ્સ માટે જ લાગુ પડે છે. સર્વિસિસને આ ખરીદ નીતિમાં રદબાતલ કરેલી છે. એટલે કે ૧ એપ્રિલ, ૨૦૨૪ થી કોઈપણ સરકારી સંસ્થા સર્વિસિસ માટે ‘ટેન્ડર વગર ખરીદી’ કરી શકશે નહીં તથા ૧ લાખથી ઉપરની તમામ ખરીદી ય્ીસ્ પર ફરજિયાત કરવાની રહેશે.
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પોલિસીની જાણ ૨૨/૦૧/૨૦૨૫ના ખાણ અને ખનીજ વિભાગના અમલીકરણ ચુસ્તપણે કરવાના આદેશ બાદ ૨૪/૦૧/૨૦૨૫ ના રોજ તત્કાલિન ડેપ્યુટી કમિશનરશ્રીની સહીથી તમામ શાખા અધિકારીની સમક્ષ મૂકવામાં આવે છે. પરંતુ ત્યાં સુધીમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન જીઆઇપીએલને ૬.૪૩ કરોડનો વર્ક ઓર્ડર ટેન્ડર વિના અને આઇટી સર્વિસિસ હોવા છતાં અને પ્રોજેક્ટ મેનેજમેંટ કન્સલ્ટેટ તરીકે ચાલુ હોવા છતાં આપી દે છે. અને આ રાજ્ય કક્ષાની પોલિસીની ભંગ કરેલ છે. આમ, રાજ્યકક્ષાની પોલિસી જાણી તેમનું સમયસર અમલીકરણ કરવામાં ખુદ અધિકારીશ્રી તથા શાસનકર્તા અધિકારીશ્રી પણ કોઈ રસ દાખવતાં નથી. જેને લીધે અનેક જગ્યાએ રાજ્ય સરકારશ્રીની માર્ગદર્શિકાનો ભંગ થાય છે અને નિયમ વિરૂધ્ધ વર્ક ઓર્ડર પણ અપાઈ જાય છે. જાેઇન્ટ સેક્રેટરી જે. બી. પટેલએ આ બાબતે યોગ્ય પગલાં લેવાની પણ તાકીદ કરેલી છે. રાજ્ય સરકારશ્રી દ્વારા બહાર પડેલી ખરીદ નીતિનું અમલીકરણ દરેક સંસ્થા માટે ફરજિયાત છે તથા જ્યારે પણ કોઈ ખરીદી બાબતે વિવાદ થાય છે ત્યારે “ગુજરાત રાજ્ય ખરીદ નીતિ ૨૦૨૪ ને જ આખરી ગણી માન્ય રાખવાની રહેશે જે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રી તથા પદાધિકારીશ્રીને હજુ સુધી જાણમાં નથી. એટલે જ જીઆઇપીએલ નામની સંસ્થાને નિયમ વિરૂધ્ધમાં વર્ક ઓર્ડર અપાય ગયા પછી પણ નિયમ મુજબ કામ કરેલું ના હોવા છતાં મુદ્દત વધારાથી લઈને બિલની ચુકવણી સુધીની સગવડ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે જેને લઈને આ મામલો ભારે ચર્ચામાં છે.


