ગીર ગઢડાના ઉમેદપરા ગામ પાસે રૂપેણ નદીના પુલ ઉપરથી ટ્રક નદીમાં ખાબકયો : એકનું મોત - બેને ઈજા

ગીર ગઢડાના ઉમેદપરા ગામ પાસે રૂપેણ નદીના પુલ ઉપરથી ટ્રક નદીમાં ખાબકયો : એકનું મોત - બેને ઈજા

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૧૭
નવાબંદરથી મચ્છી ભરી એક આઇસર મીની ટ્રક નવાબંદરથી મચ્છી ભરી પોરબંદર જતો હતો ત્યારે ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા ગામ પાસે આવેલ રૂપેણ નદીના પુલ ઉપરથી પસાર થતો હતો ત્યારે રોડના વળાંકમાં ટ્રક ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા પુલની રેલિંગ તોડી પંદર ફૂટ નીચે ટ્રક ખાબકેલ હતો. ટ્રકની કેબીનમાં બેઠેલ ટ્રક જગદીશભાઈ રામભાઈ બામભણિયા (ઉ.વ.૪૨) રહે.દ્રોણ તા.ગીર ગઢડા ટ્રકની કેબીનમાં ફસાઈ ગયા હતા અને તેમને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘટના સ્થળ ઉપર જ તેમનું મૃત્યુ થયું હતું. તેમજ તેમની સાથે રહેલ ટ્રક ચાલક કાળુભાઈ માવજીભાઈ ડાભી, રમેશભાઈ ગોવિંદભાઈ સાખટ રહેવાસી દ્રોણ તાલુકો ગીર ગઢડાને ગંભીર પહોંચતા વધુ સારવાર માટે વેરાવળ હોસ્પિટલમાં ખસેડેલ છે અને આ અકસ્માતનો બનાવ બનતા આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા અને બે ઇજા પામનારને બહાર કાઢેલ હતા. પોલીસને આ અંગે જાણ થતા તે પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.
જાણવા મળતી વિગત મુજબ મૃતક જગદીશભાઈ રામભાઈ બાભણીયાને પરિવારમાં એક પત્ની, બે દીકરી અને એક દીકરો કુલ પાંચ સભ્યો હતા અને જગદીશભાઈનું અવસાન થતા બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમના અવસાનથી દ્રોણ ગામમાં શોક છવાઈ ગયો છે.