ચોમાસુ મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું : 48 કલાકમાં મુંબઈ પહોંચવાની આગાહી

ચોમાસુ મહારાષ્ટ્ર તરફ આગળ વધ્યું : 48 કલાકમાં મુંબઈ પહોંચવાની આગાહી

પુણે તા.23
દેશમાં 15 દિવસથી છત્તીસગઢ બોર્ડર પર અટકેલું ચોમાસું સોમવારે આગળ વધ્યું છે. પશ્ચિમી તટ પર મુંબઈથી 20 કિમી દૂર અલીબાગ સુધી પહોંચી ગયું છે. આગામી 24 થી 48 કલાકમાં મુંબઈ પહોંચી શકે છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં પ્રી-મોન્સૂન વરસાદ થઈ રહ્યો છે.
એમપીના 17 જિલ્લામાં સોમવારે વરસાદ થયો. છતરપુરમાં વીજળી પડવાથી બે છોકરીઓ દાઝી ગઈ. તેમાંથી એકનું હોસ્પિટલમાં મૃત્યુ થયું.
ઉત્તર પ્રદેશના 6 શહેરોમાં સોમવારે બપોર પછી વરસાદ થયો. બસ્તીમાં વાવાઝોડા-વરસાદને કારણે વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા. એક વૃક્ષ કાર પર પડ્યું. રસ્તા પર થાંભલો પડવાથી ટ્રાફિક જામ થઈ ગયો.
પંજાબના અમૃતસરમાં વાવાઝોડાથી વૃક્ષ પડવાથી બાળકના મૃત્યુ થયું. રાજસ્થાનના બીકાનેર, જયપુર અને કોટા સંભાગના ઘણા વિસ્તારોમાં સોમવારે ભારે વરસાદ થયો. શ્રીગંગાનગર જિલ્લામાં વરસાદની સાથે કરા પણ પડ્યા.