જૂનાગઢમાં ઢગાનું શરમજનક પરાક્રમ : ૮ વર્ષની બાળકી સાથે જાતીય સતામણી કરી વિડીયો ઉતાર્યા : ચોતરફથી ફીટકારની લાગણી
જૂનાગઢ તા. ર૯
જૂનાગઢમાં રહેતી એક ૮ વર્ષની બાળકીને કપડાં લઈ આપવા કહી એક ૬૪ વર્ષનાં ઢગાએ જાતીય સતામણી કરી વિડીયો ઉતાર્યા હતાં. આ અંગે બાળકીએ તેના માપા-પિતાને વાત કરતા તેઓ ચોંકી ઉઠયા હતાં. આ મામલે ફરીયાદ થતાં પોલીસે વૃધ્ધ ઢગાને હસ્તગત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ એ ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળનાં વિસ્તારમાં રહેતા એક શ્રમીક દંપતિને અફઝલ અહમદ શેખ (ઉ.વ. ૬૪) તેની ૮ વર્ષની બાળકીને ખેરાતમાં કપડાં લઈ આપશે એમ કહી ઘરે લઈ જતો હતો. બાળકીનાં માતા-પિતા મજુરીએ જતા રહેતા બાળકીને આ હેવાન લઈ જતો અને કપડાં કાઢી તેનો વિડીયો ઉતારી જાતીય સતામણી કરતો હતો. ગઈકાલે સાંજે જયારે બાળકીનાં માતા-પિતા ઘરે આવ્યા ત્યારે બાળકીને ૩ દિવસથી અફઝલ શેખ આ કૃત્ય કરતો હોવાનું કહયું હતું. માસુમ બાળકીની આ વાત સાંભળી તેઓ હતપ્રભ બની ગયા હતાં. આ મામલે જાણ કરતા પોલીસે પોકસો સહીતની કલમ મુજબ ગુનો દાખલ કરી અફઝલ શેખ નામના વૃધ્ધ ઢગાને પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પૌત્રીની વયની બાળકી સાથે વૃધ્ધાના આ કૃત્યથી તેના પર ફીટકારની લાગણી વરસી રહી છે.


