જૂનાગઢમાં સીંદે પરીવાર દ્વારા શ્રી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન
જૂનાગઢ તા. ૧૧
દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૮માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે સીંદે પરીવાર દ્વારા શ્રી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દેવોનાં દેવ ગણપતિ બાપાની સ્થાપના ઉત્સવ ધામધૂમથી તેમજ હર્ષોલ્લાસથી સીંદે પરીવાર ઉજવવા જઈ રહયો છે. જૂનાગઢનાં ચિતાખાના ચોક ખાતે આવેલ જનતા દળનાં ડેલામાં તા. ૧૪-૯-ર૬ સોમવારે સવારે ૧૧ કલાકે સ્થાપના કરવામાં આવશે તેમજ સવારે ૯.૩૦ કલાકે અને સાંજે ૮ કલાકે આરતીનો કાર્યક્રમ યોજાશે. તા. ૧૪ થી ૧૮ દરમ્યાન શ્રી ગણેશ મહોત્સવનો કાર્યક્રમ ભાવભેર ઉજવવામાં આવશે. જેમાં તા. ૧૭-૯-ર૬ ગુરૂવાર સાંજે ૬ કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાશે. તેમજ તા. ૧૮-૯-ર૬ શુક્રવારે સાંજે ૪ કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. જૂનાગઢનાં આંગણે યોજાનાર શ્રી ગણેશ મહોત્સવનાં આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા વિવિધ ક્ષેત્રનાં આગેવાનો, મહાનુભાવો તેમજ ભાવિકોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામા આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે શંકરરાવ પી. સીંદે, અનીલભાઈ એલ. સીંદે, સુનીલ એલ. સીંદે (એડવોકેટ-નોટરી), રાજેશભાઈ સીંદે, પ્રદિપભાઈ સીંદે, કપીલભાઈ સીંદે તેમજ સચીન એમ. સીંદે, સંદીપ એમ. સીંદે, મીતલ એમ. સીંદે, હેતાંશી એસ. સીંદે, હેદાંત એસ. સીંદે તેમજ સમગ્ર મિત્ર મંડળ તથા ભકતજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


