જૂનાગઢ જીલ્લાનાં ૧૮ પોલીસ ઈન્સ્પેકટરની આંતર જીલ્લા બદલી ર૧ નવા અધિકારી મુકાયા : ૭ને બઢતી સાથે પોસ્ટીંગ
જૂનાગઢ તા. ર૭
આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ યોજાનાર છે ત્યારે આ ચુંટણી પહેલા જ ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા રાજયનાં રપ૪ પોલીસ ઈન્સ્પેકટરને પ્રમોશન બાદ પોસ્ટીંગ આપવામાં આવેલ છે. તેમજ આ નવી નિમણુંકોને લઈને જૂનાગઢ શહેરથી લઈ રાજયનાં વિવિધ શહેરો અને જીલ્લાઓમાં પોલીસ તંત્રમાં પીઆઈ કક્ષાનાં અધિકારીઓની કેટલીક બદલીઓ થઈ છે. જૂનાગઢ જીલ્લાનાં ૧૮ પોલીસ ઈન્સ્પેકટરની આંતર જીલ્લા બદલી કરવામાં આવી છે. જયારે ૭ અધિકારીઓને બઢતી સાથે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
જયારે ર૧ પોલીસ ઈન્સ્પેકટરો નવી નિમણુંકો થઈ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ જિલ્લા, જૂનાગઢ વિભાગ, પીટીસી, ચોકી તાલીમ કેન્દ્રના ૧૮ પીઆઇનો સમાવેશ થાય છે. ટ્રાન્સફરની સાથે ૨૫૪ પોલીસ ઇન્સ્પેક્ટરને પ્રમોશન બાદ પોસ્ટિંગ અપાયું છે. જેમાં યશપાલસિંહ રાણાને કચ્છ પશ્ચિમ ભુજ, મનીષકુમાર રાઠોડ- ભરૂચ, અલ્પાબેન પ્રતાપભાઈ ડોડીયા- સીઆઇડી ક્રાઇમ, પીટીસીના મહાવીર સિંહ જામુભા પરમાર- રાજકોટ ગ્રામ્ય, અશ્વિનકુમાર વાળા-એસીબી, રણજીતભાઈ વણઝારા-વાવ થરાદ અને મનીષ કાતરીયાને પ્રમોશન સાથે વલસાડ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રનાં ૧૮ પીઆઈની બદલી
જૂનાગઢ જીલ્લાનાં ૧૮ પીઆઈની આંતર જીલ્લા બદલી કરવામાં આવી છે જેમાં ૧) એમ. સી. પટેલ-મહેસાણા ૨) આર. એસ. પટેલ-અમદાવાદ ૩) પી. એ. જાદવ-ખેડા ૪) ડી. આર. પારગી-બનાસકાંઠા ૫) એ. બી. ગોહિલ-આણંદ ૬) આર. એ. ચૌધરી-સાબરકાંઠા ૭) એસ. આઇ. મંઘરા-એસીબી ૮) એચ. પી. ગઢવી-રાજકોટ ૯) આર. બી. ગઢવી-બોટાદ ૧૦) એજી જાદવ-ગીર સોમનાથ ૧૧) જે. જે. પટેલ-આણંદ ૧૨) એ. પી. ચૌધરી અમદાવાદ ૧૩) ઓબી મજગુલ-વાવ થરાદ ૧૪) એમ. જે. જલુ-નાગરિક સંરક્ષણ ૧૫) એપી સેલૈયા-પરે અમદાવાદ ૧૬) એમપી હિંગળાદીયા-ભુજ ૧૭) આર. કે. પાઠક-અમદાવાદ ૧૮) ડી. જે. ઝાલા-સુરત શહેરનો સમાવેશ થાય છે.
અન્ય શહેરોમાંથી નિમણુંક પામેલા અધિકારી
જૂનાગઢ શહેરમાં અન્ય શહેરમાંથી પીઆઈ કક્ષાનાં અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં ૧) એમ. જે. ચૌધરી-રાજકોટ ૨) વાય. જે રાઠોડ-અમદાવાદ ૩) બી. જી. ચેતરીયા-અમદાવાદ ૪) એન. જી. વાઘેલા-રાજકોટ ૫) એ. બી. ચૌધરી-પંચમહાલ ૬) એનએમ તળાવીયા-પોરબંદર ૭) પી. પી. ઝા-જામનગર ૮) એન. એન. ચુડાસમા ગાંધીધામ ૯) એમ. ડી. ચૌધરી-ગાંધીધામ ૧૦) એમ. કે. ચૌધરી-પાટણ ૧૧) જે. બી. પટેલ-ઇન્ટેલિજન્સ ૧૩) સુશ્રી પી. એ. મારવાડા-અમદાવાદ ૧૩) આઈ. એન. સાવલિયા રાજકોટ ૧૪) શ્રીમતી એસ. એમ. ચૌધરી-બનાસકાંઠા ૧૫) શ્રીમતી બી. એફ. ચૌધરી-પાટણ ૧૬) શ્રીમતી યુ. એસ. પટેલ-ગાંધીનગર ૧૭) બી. પી. ડોડીયા-સાબરકાંઠા ૧૮) સુશ્રી પી. ડી. ઝણકાંત-ભરૂચ ૧૯) આર. એમ. રાઠોડ-પોરબંદર ૨૦) એ. વી. જાડેજા-બનાસકાંઠા ૨૧) જે. બી. બુંબડીયા-ગાંધીધામનો સમાવેશ થાય છે.


