લાલ કિલ્લા બોમ્બ બ્લાસ્ટમાં અલ-કાયદાનો હાથ હોવાનું ખુલ્યું
(એજન્સી) નવી દિલ્હી તા.૧૩
પાટનગર દિલ્હીમાં નવે- ૨૦૨૬માં લાલકિલ્લા પર બોમ્બ ધડાકા થયા હતા તેમાં આતંકી સંગઠન અલ-કાયદા ઈન ધ ઈન્ડીયન સબકોન્ટીનેટ (એકયુઆઈએલ) ની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. આ અંગેના રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદની એક સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે. જેના રિપોર્ટ મુજબ અલકાયદા હવે એક વિખરાયેલા સંગઠનના બદલે ફેલાયેલું સંગઠન બની ગયુ છે. અફઘાનીસ્તાનમાં આ સંગઠનની મૌજૂદગી હવે તે છેક બાંગ્લાદેશ સુધી ફેલાઈ ગયુ છે જે કાબુલની દોરવણી હેઠળ કામ કરે છે. નવે.૨૦૨૫માં થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં એક તબીબ ઉમર-ઉન-નબી એ આત્મઘાતી હુમલાથી વિસ્ફોટ સર્જયા હતા અને લાલકિલ્લા પાસે એક સિગ્નલ પાસે કાર રોકીને પછી વિસ્ફોટ કરતા ૧૧ લોકો માર્યા ગયા હતા.


