જાેષીપરામાંથી ટીપી સ્કીમ દૂર કરો..વોર્ડ નં.૬નાં રહેવાસીઓ દ્વારા સંબંધિત અધિકારીને લેખિત અરજી આપી રજુઆત કરાઈ

જાેષીપરામાંથી ટીપી સ્કીમ દૂર કરો..વોર્ડ નં.૬નાં રહેવાસીઓ દ્વારા સંબંધિત અધિકારીને લેખિત અરજી આપી રજુઆત કરાઈ

જૂનાગઢ તા. ૧૩
જૂનાગઢનાં જાેષીપરા વિસ્તારમાં ટીપી સ્કીમ અંતર્ગત રહેવાસીઓને નોટીસો પાઠવવામાં આવી છે અને અમલવારી કરવાની હિલચાલ સામે રહેવાસીઓમાં ભારે વિરોધ ઉઠવા પામેલ છે. વિપક્ષ નેતા લલીતભાઈ પણસારા તેમજ સ્થાનિક લોકો આજે સંબંધીત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતાં અને જાેષીપરામાંથી નવી ટીપી સ્કીમ દૂર કરવાની બુલંદ માંગણી વ્યકત કરી હતી.
જૂનાગઢનાં વોર્ડ નં.૬ જાેષીપરા વિસ્તારમાં નવી ટીપી સ્કીમ મુદે ભારે વિરોધ ઉઠવા પામ્યો છે. ગઈકાલે એક મહત્વની બેઠક પણ મળી હતી. શાંતેશ્વર મંદિર ખાતે વોર્ડ નં.૬ના સ્થાનિકોની બેઠકમાં મેયર ધર્મેશ પોશીયા, કોર્પોરેટર પ્રવિણભાઈ વાઘેલા, કુસુમબેન અકબરી તેમજ વિસ્તારનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. અને સૌએ એકીઅવાજે નવી ટીપી સ્કીમનાં વિરોધમાં એકસૂર દર્શાવ્યો હતો. અને આજરોજ વાંધા અરજી માટેનાં અંતિમ દિવસે એક પ્રતિનિધિ મંડળ આજે સંબંધીત અધિકારીને લેખીત આવેદનપત્ર આપી અને જાેષીપરા વિસ્તારમાં નવી ટીપી સ્કીમની અમલવારી નહી કરવા માટે બુલંદ માંગણી વ્યકત કરી હતી.
જાેષીપરા વિસ્તારનાં લોકોની માંગણી અને અરજીને ધ્યાને લઈ જવાબદાર અધિકારીએ તેનો સ્વીકાર કર્યો હતો. અને એક મહીનામાં જવાબ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.