ટ્રમ્પ પર ગ્રીનલેન્ડ પર કબ્જાે કરવાનું ભૂત સવાર : નવાજુનીના સંકેતો

ટ્રમ્પ પર ગ્રીનલેન્ડ પર કબ્જાે કરવાનું ભૂત સવાર : નવાજુનીના સંકેતો

(એજન્સી)         વોશીંગ્ટન તા.૯:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે એક દેશની આખી વસ્તી ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. આ દેશ ગ્રીનલેન્ડ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રીનલેન્ડનો પીછો કરી રહેલા ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે ગ્રીનલેન્ડ અમેરિકાની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને અમેરિકાને તેની દરેક કિમતે જરૂર છે. હવે, આ જરૂરિયાત પૂરી કરવા માટે, અમેરિકાએ ગ્રીનલેન્ડના ૫૭,૦૦૦ નાગરિકોની કિમત નક્કી કરી છે.
રોઇટર્સના એક અહેવાલમાં, આ બાબતથી પરિચિત સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અમેરિકન અધિકારીઓએ ગ્રીનલેન્ડના લોકોને ડેનમાર્કથી અલગ થવા અને અમેરિકામાં જોડાવા માટે સમજાવવા માટે એક સાથે રકમ મોકલવાની ચર્ચા કરી છે. અહેવાલો અનુસાર, વ્હાઇટ હાઉસના સહાયકો અને અમેરિકન અધિકારીઓએ પ્રતિ વ્યક્તિ ડોલર ૧૦,૦૦૦ ડોલરથી ૧૦૦,૦૦૦ ડોલર સુધીની રકમની ચર્ચા કરી છે, જેનો અર્થ છે કે અમેરિકા ૬ અબજ સુધી ખર્ચ કરી શકે છે.
અગાઉ, અમેરિકન અધિકારીઓએ અનેક પ્રસંગોએ જણાવ્યું છે કે જો જરૂરી હોય તો ગ્રીનલેન્ડને જોડવા માટે શક્ય કોઈપણ માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં લશ્કરી દળનો પણ સમાવેશ થાય છે. એક પ્રેસ બ્રીફિગ દરમિયાન, પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ સંકેત આપ્યો હતો કે ટ્રમ્પ અને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સહાયકો સંભવિત ખરીદી કેવી દેખાઈ શકે છે તે અંગે વિચાર કરી રહ્યા છે.