ચૂંટણીપંચની ભારે પીછેહટ : એસઆઈઆરમાં ડીલીટ થયેલા નામો ફરી ઉમેરવા ઝુંબેશ શરૂ કરાશે
નવી દિલ્હી તા.૦૨:
દેશભરમાં આજે વોટચોરીના મુદે આંદોલન શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધી SIR પ્રક્રિયાનો ચુંટણી પંચ અને ખુદ મોદી સરકાર તથા ભાજપ જેનો બચાવ કરતો હતો તે પુરી SIR પ્રક્રિયામાં ચુંટણી પંચે જબરી પીછેહઠ કરી છે.
હવે ગુજરાત સહિતના ૨૦ રાજયોમાં ચુંટણી પંચ હવે SIRની પ્રક્રિયામાં જે કરોડો મતદારના નામ મતદાર યાદીમાંથી ડીલીટ થયા છે. તેમાં નામ હવે ફરી મતદાર યાદીમાં ઉમેરવા માટે કવાયત શરૂ કરશે.
ચુંટણી પંચની આ બીજી મોટી પીછેહઠ છે. હજું ગઈકાલે જ પંચે જે ફોર્મ નં.૬ના વિવાદમાં હવે આ ફોર્મમાં સુધારા પરત ખેચી નવા નામો ઉમેરવા માટે જે રાજયોમાં SIR ચાલુ છે તે સિવાયના રાજયોમાં હવે જુદુ જ ફોર્મ નં.૬ આવશે તેવી જાહેરાત કરી તે પછી હવે "SIR" પ્રક્રિયામાં પણ ગુજરાત સહિતના રાજયોમાં જૂના જ ફોર્મ નં.૬ના આધારે મતદાર યાદીમાંથી વંચિત રહેલા નામો ફરી ઉમેરવા પ્રક્રિયા હાથ ધરાશે.


