ડ્રોન આતંકવાદીઓ અને ગુનેગારોનું નવું હથીયાર : દક્ષિણ એશિયાના ૭ દેશોમાં નેટવર્ક

ડ્રોન આતંકવાદીઓ અને ગુનેગારોનું નવું હથીયાર : દક્ષિણ એશિયાના ૭ દેશોમાં નેટવર્ક

(એજન્સી)     નવી દિલ્હી તા.૨૪
દક્ષિણ-પૂર્વ એશિયામાં સસ્તા ડ્રોન ગુનેગારો અને આતંકવાદી સંગઠનોનાં નવાં હથિયાર બની ગયા છે. તેનો ઉપયોગ ડ્રગ્સની તસ્કરી, જેલોમાં પ્રતિબંધિત સામાન પહોંચાડવા, સૈન્ય મથકોની જાસૂસી કરવા અને ધરપકડથી બચવા પોલીસ પર નજર રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ, આ ક્ષેત્રના ૭ દેશોમાં ડ્રોન સાથે જોડાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી છે. ઑગસ્ટ ૨૦૨૬ સુધી નોંધાયેલા કેસોમાંથી ૮૬ ટકા ડ્રગ્સની તસ્કરી સાથે સંબંધિત હતા. થાઇલેન્ડમાં ૪,૫૮૩ ડ્રોન જપ્ત કરવામાં આવ્યા, જ્યારે મલેશિયામાં ૨૦૨૪ દરમિયાન ડ્રોન દ્વારા જેલોમાં ડ્રગ્સ પહોંચાડવાના ૫૫ કેસ સામે આવ્યા છે.