દિલ્હીમાં ‘વીર બાળ દિવસ‘ની ઉજવણી : વડાપ્રધાને ૨૦ બહાદુર બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર‘થી સન્માનિત કર્યા

દિલ્હીમાં ‘વીર બાળ દિવસ‘ની ઉજવણી : વડાપ્રધાને ૨૦ બહાદુર બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર‘થી સન્માનિત કર્યા

(એજન્સી)  નવી દિલ્હી તા.૨૬ :
આજે ૨૬ ડિસેમ્બરના રોજ દેશભરમાં ‘વીર બાળ દિવસ‘ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં યોજાનારા વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમ્યાન તેઓ દ્વારા દેશના ૨૦ સાહસી બાળકોને પ્રતિષ્ઠિત ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર‘ એનાયત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાનશ્રી આજે દિલ્હીમાં આયોજિત ‘વીર બાળ દિવસ‘ના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. શીખ ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબજાદાઓની શહાદતને યાદ કરવા માટે ૨૬ ડિસેમ્બરનો દિવસ ‘વીર બાળ દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે વડાપ્રધાન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાળકોનું સન્માન છે. વડાપ્રધાન મોદી દ્વારા ૨૦ બાળકોને તેમની અદમ્ય સાહસિકતા અને વિશેષ સિદ્ધિઓ બદલ ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર‘ આપીને નવાજવામાં આવ્યા હતા. સરકાર દ્વારા આ દિવસને રાષ્ટ્રીય 
સ્તરે ગૌરવ સાથે ઉજવવામાં આવે છે જેથી આવનારી પેઢી સાહિબજાદાઓના બલિદાન અને સાહસમાંથી પ્રેરણા લઈ શકે.