ભારતમાં પણ ૧૬ વર્ષથી નાના બાળકો માટે સોશ્યલ મીડિયા પ્રતિબંધ મૂકવા માંગ

ભારતમાં પણ ૧૬ વર્ષથી નાના બાળકો માટે સોશ્યલ મીડિયા પ્રતિબંધ મૂકવા માંગ

(એજન્સી)         ચેન્નાઇ તા.૨૬ :
ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નથી. ઓસ્ટ્રેલિયા સરકારે તેના પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે. ઓસ્ટ્રેલિયા બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પહેલો દેશ છે. હવે ભારતમાં પણ આવા જ અવાજો ઉઠી રહ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે પોતે કહ્યું છે કે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે ઓસ્ટ્રેલિયા જેવો કાયદો બનાવવાનો વિચાર કરવો જોઈએ. મદ્રાસ હાઈકોર્ટે સૂચન કર્યું છે કે કેન્દ્ર સરકાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના 
ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા પસાર કરાયેલા કાયદા જેવો કાયદો બનાવવાની શક્યતા શોધી શકે છે.
મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ જી. જયચંદ્રન અને કે.કે. રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે એક પીઆઈએલ પર આદેશ પસાર કરતી વખતે આ અવલોકન કર્યું હતું. પીઆઈએલમાં ઇન્ટરનેટ સવિર્સ પ્રોવાઈડર્સને પેરેન્ટલ વિન્ડો સેવાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી, કારણ કે પોર્નોગ્રાફિક 
સામગ્રી નાના બાળકો માટે ઉપલબ્ધ અને સુલભ છે.