રૂા.૭૦૦ કરોડથી વધુના આવકવેરા રીફંડના દાવાઓ ખોટા : ગેરરીતીઓ પકડાઈ
(એજન્સી) નવી દિલ્હી તા.ર૪:
આવકવેરા રિટર્ન ફાઇલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીની તપાસમાં, આવકવેરા વિભાગે રૂા. ૭૦૦ કરોડથી વધુના બનાવટી આવકવેરા રિફંડ શોધી કાઢયા છે, જેમાં ખોટા ઇન્વોઇસ દ્વારા રિફંડ માંગવામાં આવ્યા હતા.
૨૦,૦૦૦ થી વધુના રિફંડ કેસોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસ દરમિયાન બહાર આવેલા મોટા દાવાઓના આધારે, આવકવેરા વિભાગે હવે તપાસનો વ્યાપ વધાર્યો છે. હાલમાં, વિભાગ ૨૦,૦૦૦ થી વધુ રિફંડ સાથે સંકળાયેલા કેસોની તપાસ કરી રહ્યું છે. રિફંડ ફાઇલિંગ દરમિયાન સબમિટ કરાયેલા મેડિકલ બિલ અને દાનની રસીદોની તપાસ કરવામાં આવી હતી. આનાથી બિલ અને દાનની રસીદોમાં વ્યાપક હેરાફેરીનો ખુલાસો થયો છે. ઘણા દાન એવી સંસ્થાઓને બતાવવામાં આવ્યા હતા જે લાયક ન હતા અથવા તેમના ખાતામાં જમા થયા ન હતા.
સુત્રો મુજબ રિફંડ આપતા પહેલા વિભાગ તમામ કેસોની સંપૂર્ણ તપાસ કરશે. આ વર્ષે, આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ (પાંચ દિવસ) નજીક આવી રહી છે, ૩ કરોડથી વધુ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. અંતિમ દિવસોમાં ફાઇલ કરાયેલા રિટર્નમાં છેતરપિંડીનો દાવો થવાની સંભાવના સૌથી વધુ છે.


