ધામળેજ ગામ ખાતે રામદેવજી મહારાજની શોભાયાત્રા યોજાઈ

ધામળેજ ગામ ખાતે રામદેવજી મહારાજની શોભાયાત્રા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.ર૩
સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામ ખાતે રામાપીર મંદિરે ભાદરવી અગિયારસ નિમિત્તે રામદેવપીર બાપાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવેલ હતી. ત્યારબાદ  ઢોલ નગારા સાથે  વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ રામદેવપીર મંદિર ખાતે પૂર્ણ થયેલ ત્યારબાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને લોકો મેળો ખુલ્લો મુકાયો હતો આતકે પાધેશ્રવરી આશ્રમ મટાણા ના ઉપવાસી મહંત શ્રી કરશનદાસ બાપુ એ શોભા યાત્રા હાજરી આપી હતી.(તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)