ટ્રમ્પે ઈરાનને ધમકી આપી : સમજુતી કરો નહીંતર તબાહ કરી નાખીશ
(એજન્સી) ન્યૂયોર્ક તા.૨૩
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને ફરી એકવાર તબાહ કરવાની ધમકી આપી છે. મંગળવારે UNમાં પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું-અમેરિકા પાસે બે રસ્તા છે- ઈરાન સાથે સમજૂતી કરવી અથવા તેને ખતમ કરી નાખવું. અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદથી ટ્રમ્પ છેલ્લા ૭ મહિનામાં ૧૦થી વધુ વખત ઈરાનને તબાહ કરવાની ધમકી આપી ચૂક્યા છે, પરંતુ દર વખતે તેમને પીછેહઠ કરીને વાતચીતનો માર્ગ અપનાવવો પડ્યો છે.
રોયટર્સના સર્વે મુજબ, ઈરાન પર હુમલો કરવાને લઈને ૬૬% અમેરિકનો ટ્રમ્પથી નારાજ છે. માત્ર ૩૪% લોકો જ ટ્રમ્પના સમર્થનમાં છે. ૩ નવેમ્બરે અમેરિકામાં ચૂંટણીઓ યોજાવાની છે. ટ્રમ્પ ઈચ્છતા નથી કે તેમની પાર્ટીને નુકસાન થાય. આ જ કારણસર તેઓ ઈરાન યુદ્ધને હવે અંજામ સુધી પહોંચાડવા માંગે છે.


