જૂનાગઢ મહાનગર ભાજપનાં મિડીયા સહકન્વીનર અને પત્રકાર સંજય પંડયાનો આજે જન્મ દિવસ : સ્નેહીજનો દ્વારા અભિનંદનની વર્ષા

જૂનાગઢ મહાનગર ભાજપનાં મિડીયા સહકન્વીનર અને પત્રકાર સંજય પંડયાનો આજે જન્મ દિવસ : સ્નેહીજનો દ્વારા અભિનંદનની વર્ષા

જૂનાગઢ તા. ર૩
ભારતીય જનતા પાર્ટી મિડીયા વિભાગ જૂનાગઢનાં સહકન્વીનર અને પત્રકાર સંજય પંડયાનો આજે જન્મ દિવસ હોય તે નિમિત્તે સ્નેહીજનો, શુભેચ્છકો દ્વારા તેમને અઢળક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. શુન્યમાંથી સર્જન કરનારા અને પોતાનાં મિલનસાર સ્વભાવને કારણે સારી એવી ચાહના ધરાવનાર સંજયભાઈ પંડયાનાં જન્મ દિવસ નિમિત્તે તેમનાં નજીકનાં સાથી એવા સુરેશભાઈ પાનસુરીયાએ સંજયભાઈ પંડયા વિષે જે અવલોકન કર્યુ છે અને તેમની કાર્યક્ષમતા દર્શાવી છે તે અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. સંજય પંડયા એટલે સહજતા, સરળતા અને નિર્દોષતાથી ભરેલું વ્યક્તિત્વ. તેમની સાથે જ્યારે પણ સમય પસાર કર્યો હોય ત્યારે દરેક ક્ષણ હાસ્ય, આનંદ અને આત્મીયતાથી ભરેલી જ રહી છે. છેલ્લા છ વર્ષથી તેમની સાથે સતત સંપર્કમાં છું. આ છ વર્ષની સફરમાં એવો એક પણ પ્રસંગ યાદ નથી આવતો કે જ્યારે સંજય પંડયાએ કોઈ બાબતે વિરોધાભાસ ઊભો કર્યો હોય કે પોતાની વાતને અહંકારપૂર્વક રજૂ કરી હોય. કોઈપણ ચર્ચા હોય, કોઈપણ ર્નિણય હોય, તેમનો સહજ જવાબ હોય છે “તમે વડીલ છો, તમે કહો તેમ.” આ શબ્દોમાં માત્ર સંસ્કાર નથી પરંતુ વડીલો પ્રત્યેનો તેમનો આદર અને સંબંધોને સાચવવાની તેમની સુંદર ભાવના પણ છુપાયેલી છે. સંજય પંડયા સાથે જૂનાગઢના એ દિવસોની યાદ કરીએ એટલે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીનું કોલેજ રોડ પર આવેલું જૂનું કાર્યાલય આંખો સામે આવી જાય. કાર્યાલયમાં પહોંચીએ અને સંજયભાઈ બેઠા હોય એટલે જાણે સમગ્ર કાર્યાલયની રોનક જ બદલાઈ જાય. સંગઠનના હોદેદારો, મહાનગરપાલિકાના તે સમયના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને કાર્યકરો સૌ કોઈ તેમની આસપાસ ઘેરો વળીને બેઠા હોય અને વાતાવરણમાં હાસ્ય, ચર્ચા અને આત્મીયતાનો માહોલ સર્જાતો હોય. આ કાર્યાલયની યાદ સાથે એક નામ આપોઆપ જોડાઈ જાય છે નિરવ તળાવીયા. બંનેની મિત્રતા એવી કે જાણે શરીર બે પરંતુ દિલ એક. સંગઠનના કામથી લઈને રોજિંદા જીવનની હળવી પળો સુધી બંનેની મિત્રતાએ અનેક યાદગાર ક્ષણો આપી છે. સંજયભાઈની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ દરેક વ્યક્તિ સાથે ખૂબ જ સહજતાથી જોડાઈ જાય છે. હસીમજાકમાં ગમે તેવા શબ્દો બોલી દે છતાં સામેની વ્યક્તિ પણ તેને એટલી જ સહજતાથી સ્વીકારી લે કારણ કે તેમના શબ્દો પાછળ ક્યારેય દુર્ભાવના હોતી નથી. માણસને પોતાના જેવો બનાવી લેવાની આ કળા દરેકના ભાગે આવતી નથી. સંજય પંડ્યાના વ્યક્તિત્વને નજીકથી જોવામાં આવે તો તેમની સફળતાના અનેક કારણો નજરે પડે છે મહેનત, લગન, ઈમાનદારી, કામ પ્રત્યેની નિષ્ઠા, સમજદારી, સંબંધો પ્રત્યેની વફાદારી અને લોકોનો વિશ્વાસ. આ બધા ગુણોનું સુંદર સંયોજન તેમના વ્યક્તિત્વમાં જોવા મળે છે. જૂનાગઢ અને ભારતીય જનતા પાર્ટી સાથેનો તેમનો આત્મીય સંબંધ અને સંગઠન પ્રત્યેની ફરજમાં કોઈ ઘટાડો આવ્યો નથી. અંતર વધ્યું જવાબદારીઓ વધી, પરંતુ નિષ્ઠા એ જ રહી. આજે પોતાની મહેનત અને કાર્યક્ષમતાના બળે તેઓ ભારતીય જનતા પાર્ટી મિડિયા ની જવાબદારી, બુલેટિન ઇન્ડિયા પ્રા. લિ.ની બી ઈન્ડિયા ન્યૂઝ ચેનલમાં સમગ્ર ગુજરાતના મેનેજમેન્ટ હેડ તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. પત્રકારત્વ અને સંગઠન બંને ક્ષેત્રોમાં એકસાથે જવાબદારી નિભાવવી સરળ નથી પરંતુ સંજયભાઈએ પોતાની કાર્યશૈલી અને નિષ્ઠાથી આ બંને ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આજે તેમના જન્મદિવસના અવસરે તેમના સગા-સંબંધીઓ, સ્નેહીજનો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ પત્રકારત્વ ક્ષેત્રના તંત્રીશ્રીઓ, રિપોર્ટરો અને પત્રકાર મિત્રો તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. આ તમામ શુભેચ્છાઓ વચ્ચે મારા માટે સંજય પંડ્યા માત્ર એક સહકર્મી કે સંગઠનના સાથી નથી. તેઓ મારા નાના ભાઈ સમાન છે. સંબંધો હંમેશા લોહીના સંબંધોથી જ બંધાતા નથી કેટલાક સંબંધો સમય, વિશ્વાસ, લાગણી અને આત્મીયતાથી એટલા મજબૂત બને છે કે તેઓ પરિવારથી પણ વધુ નજીક બની જાય છે. આજે તેમના જન્મદિવસના આ ખાસ દિવસે મારી એક જ હૃદયપૂર્વકની શુભકામના છે કે સંજયભાઈ જીવનમાં સતત પ્રગતિ કરતા રહે, તેમના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સતત વધતી રહે, પત્રકારત્વ અને સામાજિક ક્ષેત્રે તેઓ નવી ઊંચાઈઓ સર કરે અને તેમના ચહેરા પરનું આ નિર્દોષ સ્મિત હંમેશા અકબંધ રહે. મારા નાના ભાઈ સમાન સંજય પંડ્યાને જન્મદિવસની હાદિર્ક શુભકામનાઓ મિડીયા વિભાગ જૂનાગઢનાં સુરેશ પાનસુરીયા અને સ્નેહીજનોએ આપી છે.