પોરબંદર LCBએ ભાવપરા નજીક સ્વીફટ કારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બેને  ઝડપી પાડયા

સ્વીફ્ટ કારમાંથી ૧૭૭ વિદેશી દારૂની બોટલો કાર સાથે રૂા.૩,૮૦.૨૬૨ લાખનો મુદામાલ જપ્ત : દારૂનો જથ્થો આપનાર વિંઝરાણાના ઇસમ સામે પણ ગુન્હો નોંધાયો

પોરબંદર LCBએ ભાવપરા નજીક સ્વીફટ કારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બેને  ઝડપી પાડયા

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.રર
પોરબંદર એલ.સી.બી. પોલીસે મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મારૂતિ કંપનીની સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો નંગ-૧૧૭ કી.રૂા.૮૦,૨૬૨/- તથા સ્વીફટ કાર કી.રૂા.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૩,૮૦,૨૬૨/- ની કીંમતના મુદામાલ સાથે પોરબંદર તાલુકા ના ભાવપરાના અને કલ્યાણપુર તાલુકા ચન્દ્રાવાડાના  બે ઇસમોને પકડી પાડ્યા છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નાઓ દ્વારા વખતો વખત પોરબંદર જીલ્લા માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે.કાંબરીયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઈ ઉદયભાઈ વરૂ તથા હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ મક્કા તથા પોલીસ કોન્ટસેબલ નટવરભાઇ ઓડેદરાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાવપરા ગામ તરફથી સ્મશાન તરફ આવતા રસ્તાએ એક સફેદ સ્વીફ્ટ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ભાવપરા ગામ તરફથી સ્મશાન તરફ આવતા રસ્તાએ એક સફેદ સ્વીફ્ટ કાર વાહન અટકાવી તપાસ કરતાં કારમાં બે ઇસમો બેઠેલા મળી આવ્યા હતા. પંચોની હાજરીમાં કારની તપાસ કરતાં ડેકીમાં પુઠ્ઠાના બોક્સમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો મળી આવી હતી. આરોપીઓ પાસે પાસ-પરમીટ ન હોવાનું બહાર આવતાં કુલ ૧૭૭ નાની બોટલો (રૂ.૮૦,૨૬૨/-) તથા હેરાફેરીમાં વપરાયેલી સફેદ કલરની સુઝુકી કંપનીની સ્વીફટ ડીઝાયર કી.રૂા. ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૮૦,૨૬૨/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. કારમાં બે ઇસમો બેઠેલા મળી આવેલા આરોપીઓમાં (૧)સવદાસ ઉર્ફે એસ.કે. કારાભાઇ ગોઢાણીયા ઉ.વ.૨૭ રહે. ભાવપરા ગામ પાંચડેરા સીમ વાછરાડાડાના મંદીર પાછળ વાડીએ તા.જી.પોરબંદર (ર)અરજન ગીગાભાઇ મોઢવાડીયા ઉ.વ.૩૯ રહે. ચંદ્રાવાડા ગામ લીલવા સીમ વાડીએ તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્રારકાનો સમાવેશ થાય છે. પુછપરછ દરમ્યાન આરોપીઓ એ દારૂનો જથ્થો નારણ દેવાભાઈ કોડિયાતર (રહે. વીંઝારાણા ગામ, તાલુકો પોરબંદર પાસેથી વેચાણ અર્થે લીધો હોવાનું કબૂલ્યું હતું. જેના આધારે તેને ત્રીજા આરોપી તરીકે ફરાર જાહેર કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(ઈ ),૧૧૬(બી),૮૧, ૯૮(૨) સહિતની કલમો હેઠળ મિયાંણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.