પેન્ટાગોનના વાર્ષિક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો : અરૂણાચલ પ્રદેશ પર કબ્જાે કરવાની ચીનની તૈયારી

પેન્ટાગોનના વાર્ષિક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો : અરૂણાચલ પ્રદેશ પર કબ્જાે કરવાની ચીનની તૈયારી

(એજન્સી)    વોશિંગ્ટન, તા.૨૯:
ન્છઝ્ર પર ચીને એક સ્ટ્રેટેજિક મૌન ધારણ કરી રાખ્યું છે, જ્યારે તે ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વાત અમેરિકી ડિફેન્સ ઓફિસ પેન્ટાગોને પોતાના ર્વાષિક રિપોર્ટમાં કહી છે. અમેરિકાએ ચીનના પડોશી દેશોને ચેતવણી આપી કે ચીન બેવડી ચાલ ચાલી રહ્યું છે. એક તરફ ભારત સાથે સંબંધો સુધારી રહ્યું છે અને બીજી તરફ પાકિસ્તાનને હથિયાર સપ્લાય કરી રહ્યું છે. રિપોર્ટમાં દાવો છે કે ચીને ૨૦૨૭ સુધીમાં તાઈવાન પર કબજો અને 
૨૦૪૯ સુધીમાં વિશ્વને પોતાના નિયમોથી ચલાવવાનું મિશન બનાવી રાખ્યું છે.