બાબા કોમ્પ્લેક્ષ ખાતે શનિવારે ભગવાન પરશુરામ જયંતિ નિમિતે મહાઆરતીનું આયોજન

બાબા કોમ્પ્લેક્ષ ખાતે શનિવારે ભગવાન પરશુરામ જયંતિ નિમિતે મહાઆરતીનું આયોજન

જૂનાગઢ તા.૧૬
પરમ પૂજય મુક્તાનંદ બાપુ(ચાંપરડા) તથા પરમ પૂજય મહેશગીરી બાપુ (ભૂતનાથ મંદિર)ના આશિર્વાદથી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જયદેવભાઈ જાેષીના માર્ગદર્શન હેઠળ તા.18-4-2026ના રોજ સાંજે 5.30 કલાકે ઝાંઝરડા રોડ, બાબા કોમ્પ્લેક્ષ પાસેથી ભગવાન પરશુરામ જન્મજયંતિ નિમિતે બેન્ડ વાજાની સુરાવલી સાથે મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ઠંડા પીણા તથા નાસ્તા વિતરણનું પણ આયોજન કરવામાં આવેલ છે. સર્વ ધર્મપ્રેમી જનતા તથા બ્રહ્મ સમાજના પરિવારોને પધારવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા નિકુંજભાઈ ભટ્ટ, મેહુલભાઈ શુકલ, નિમીષભાઈ જાેષી, રાજેશભાઈ કાલાવાડીયા, હરેશભાઈ દવે, વિમલભાઈ સાચાણી વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.