માંગરોળ હાસુજમાદાર મસ્જિદના ટ્રસ્ટીઓએ આવેદનપત્ર આપી ગુલિસ્તાન સ્કૂલનો ઈમલો ઉતારી લેવા માંગ કરી

માંગરોળ હાસુજમાદાર મસ્જિદના ટ્રસ્ટીઓએ આવેદનપત્ર આપી ગુલિસ્તાન સ્કૂલનો ઈમલો ઉતારી લેવા માંગ કરી

કેશ પાછો ખેંચી લે તો અમે રીપેરીંગ કરવા તૈયાર સ્કૂલ સંચાલક

શહેરમાં અનેક જર્જરીત ઈમારતોને લઈને અલગ અલગ દાવપેચ.

માંગરોળ તા. 09/09/2025

જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ગત ગુરુવારે ચા બજારમાં એક જર્જરીત ઈમારત ધરાશાયી થતાં બે નિર્દોષોના મોત નીપજ્યા હતાજેને પગલે શહેરમાં અઢળક જર્જરીત ઈમારતો આખે ચઢી છેએક તરફ ચા બજારના બનાવને પગલે પાલિકાના ચીફ ઓફિસરને મુખ્ય આરોપી બનાવવાની માંગ દિવસે દિવસે વધતી જાય છે તો બીજી તરફ શહેરની અઢળક જર્જરીત ઈમારતોને લઈને અનેક પ્રકારના દાવપેચમાં શરૂ થઈ ગયા છેચા બજારની ગંભીર ઘટના બાદ મામલતદાર અને પાલિકા તંત્ર સફાળું જાગ્યું છેઅને શહેરની જોખમી ઈમારતો ઉતરી લેવાની કામગીરી હાથ ધરી છેપરંતુ કેટલીક જર્જરીત ઈમારતો ઉતારવામાં આખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

શહેરમાં ચાલતી આવી તમામ ઘટનાઓ દરમિયાન આજે માગરોળની હાસુજમાદાર મસ્જિદના ટ્રસ્ટીઓએ મામલતદાર અને ચિફ ઓફિસરને આવેદનપત્ર આપી ટ્રસ્ટની માલિકીની બિલ્ડીંગમા ચાલતી ગુલિસ્તાન સ્કૂલનો ઈમલો ઉતારી લેવા ઉગ્ર માંગ કરી હતીમસ્જિદના ટ્રસ્ટીઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કેહાસુજમાદાર મસ્જિદના ટ્રસ્ટની માલિકીની બિલ્ડીંગમા ભાડુઆતની  ગુલિસ્તાન પ્રાથમિક શાળા ચાલે છેજેમાં 500 જેટલા બાળકો અભ્યાસ કરે છેપરંતુ છેલ્લા કેટલાક સમયથી  બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છેજેના લાકડા પીઢીયામા સડો પડી ગયો છેબિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોય તેની ભાડુઆતને જાણ હોવા છતાં ગુલિસ્તાન સ્કૂલના સંચાલક અને ભાડુત જર્જરીત બિલ્ડીંગમા સ્કૂલ ચલાવે છે અને પાંચસો બાળકોનું જીવ જોખમમાં મૂકી રહ્યા છે.  તેઓને લેખિત મૌખિક કહેવા છતા બિલ્ડીંગ ખાલી કરતા નથી તેવા આક્ષેપો સાથે મસ્જિદના ટ્રસ્ટીઓએ સ્કૂલનો ઈમલો ઉતારી લેવા પાલિકા અને મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર માંગ કરી છે. અને જો બિલ્ડીંગ તાત્કાલિક ધોરણે ઉતારવામાં નહી આવે અને કોઈ અઘટિત ઘટના બનશે તો તેના જવાબદાર ચિફ ઓફિસર  ગણાશે તેવી ચીમકી પણ આપી હતીજોકે અગાઉ પણ  બાબતે માંગરોળ પાલિકાએ જર્જરીત બિલ્ડીંગ અંગે ગુલિસ્તાન સ્કૂલના સંચાલક ઉમરફારૂકભાઈ ગરીબાને નોટિસ આપી હોવાનું જાણવા મળે છેપરંતુ યેનકેન પ્રકારે બિલ્ડીંગ હજુ સુધી ઉતારવામાં ના આવતા કોઈ રાજરમત રમાઈ રહી હોવાનું મસ્જિદના ટ્રસ્ટીઓએ આક્ષેપ કર્યો હતો.

 બાબતે ગુલિસ્તાન પ્રાથમિક શાળાના ટ્રસ્ટી ઉમરફારૂકભાઈ ગરીબાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 34 વર્ષથી ભાડુઆત છીએ અને ત્યા પ્રાથમિક શાળા ચલાવીએ છીએડબલ પાળીમા ધોરણ એકથી આઠમા 500 જેટલા બાળકો અભ્યાસ કરે છેઅમે શરત મુજબ દર ત્રણ વર્ષે પાંચસો રૂપિયા ભાડુ પણ વધારીએ છીએહાલ ચાર હજાર રૂપિયા માસિક ભાડું આપીએ છીએબિલ્ડીંગ જર્જરીત હોવાની પાલિકાની અમને કોઈ નોટિસ મળી નથી..! જર્જરીત બિલ્ડીંગમા તમે બાળકોના જીવને જોખમ કેવી રીતે મુકી શકોએનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું  અંગે કોર્ટમાં કેશ ચાલું છે અને નામદાર કોર્ટે  સર્વે કરીને જણાવ્યું હતું કે  બિલ્ડિંગ જર્જરીત નથીગઈકાલે ચિફ ઓફિસર પણ તપાસમાં આવ્યા હતા તેમણે પણ કીધું કે બિલ્ડીંગ જર્જરિત નથીતમે બિલ્ડીંગ રીપેરીંગ કેમ નથી કરાવતાતેનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે મસ્જિદના ટ્રસ્ટે અમારી પર કેશ કર્યો છે જે પાછો ખેંચી લે તો અમે અમારા ખર્ચે રીપેરીંગ કરવા તૈયાર છીએ.

માંગરોળ વાણીયાવાડ મા વધુ એક જર્જરીત ઈમારતને લઇને વિવાદ ઉભો થયો હતોગઇકાલે પાલિકા તંત્રએ  બંધ પડેલી જર્જરીત બિલ્ડીંગ ઉતારવાની કામગીરી હાથ ધરતા કબજેદારોએ વિરોધ કરતા કામગીરી બંધ કરી દીધી હતીપરંતુ આજે લત્તાવાસીઓએ રસ્તો બંધ કરી જર્જરીત બિલ્ડીંગ ઉતારી લેવાની માંગ કરવામાં આવતા પાલિકા દ્વારા ફરી  બિલ્ડીંગ નો ઈમલો ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંગે પણ રાજકીય વગદારો જોરે કામ બંધ કરવામાં આવ્યું હોવાનું લત્તાવાસીઓએ આક્ષેપ કર્યો હતો.

યુસુફ ચુડલી માંગરોળ