માંગરોળ બાયપાસ પોરબંદર રોડ ઉપર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ, તા.૯
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતેના બાયપાસ પોરબંદર રોડ ઉપર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતુ. બાઈક ઉપર બે બાળકો સહીત ચાર વ્યક્તિઓ સવાર હોવાનું જાણવા મળે છે. બાઈક ડીવાયડર સાથે અથડાતા બાઈક ઉપર સવાર એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બે બાળકો સહીત ત્રણને ઈજાઓ પહોંચી હતી. એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બાઈક ચાલક દેવી પુજક રામજી પરમાર નામના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ૧૦૮ મારફતે પ્રથમ માંગરોળ સારકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તને વઘુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામા આવ્યા છે.


