માંગરોળ શહેરના એકમાત્ર મંદિરે હનુમાન પ્રાગટય મહોત્સવની ધામધૂમથી ઉજવણી

માંગરોળ શહેરના એકમાત્ર મંદિરે હનુમાન પ્રાગટય મહોત્સવની ધામધૂમથી ઉજવણી

(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૪
માંગરોળ શહેરના મારૂતિ ધામ-માંડવી દરવાજા ખાતે આવેલ હનુમાન મંદિર વિશેષ સજાવટ સાથે ભક્તિનો અનોખો રંગ છલકાવતું નજરે પડ્યું. હનુમાન જન્મોત્સવની અવસરે મંદિર ભક્તિ અને આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યંથ હતું. આ વર્ષનો જન્મોત્સવ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો, જેમાં બજરંગ મંડળ પ્રમુખ કાંતિભાઈ ચાવડા તથા બજરંગ મંડળના તમામ આયોજકો - કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું.
મંદિરના પટાંગણમાં "હવન હોમ " સાથે પવિત્ર વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલ મહાપ્રસાદનો શહેરભરના ભાવિકોએ મોટા પ્રમાણમાં લાભ લીધો અને હનુમાન દાદાના દર્શન કરી ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો હતો. મહા આરતીમાં સેકડોની સંખ્યમાં લોકો જોડાયેલ આ અવસરે માંગરોળ વેપારી, શહેરના વિવિધ મંડળો, નગરજનો, મુખ્ય દાતાઓ તેમજ નગરપાલિકા સદસ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી. આયોજકો તરફથી તમામ આગેવાનો, દાતાઓ અને ભક્તજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિશાળ માનવ મેદની વચ્ચે હવન, મહા આરતી અને પ્રસાદીનો સૌએ આનંદપૂર્વક લાભ લીધો હતો.