મધ્યઆફ્રિકન દેશમાં સોનાની ખાણ ધસી પડી : ૩૦ના મોત

મધ્યઆફ્રિકન દેશમાં સોનાની ખાણ ધસી પડી : ૩૦ના મોત

બાંગુઈ તા.૧૯:
મધ્ય આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમ ભાગમાં એક સોનાની ખાણ અચાનક ધસી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં આશરે ૩૦થી વધારે ખાણિયો મૃત્યુ પામ્યા છે, જ્યારે અનેક લોકો અંદર ફસાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. અત્યારે તંત્ર દ્વારા રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવી છે. ખાણમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ એક પરંપરાગત ખાણ હતી અને તેમાં ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ થતો હતો. બચાવકર્મચારીઓ અંદર ફસાયેલા લોકોની શોધ કરી રહ્યાં છે, પરંતુ તેમના જીવીત રહેવાની સંભાવના ખૂબ જ ઓછી જણાવી રહી છે. સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિકોની મદદથી અત્યારે સુધીમાં ૩૦ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે.