ભાવનગરમાં લઠ્ઠાકાંડ ? નકલી દારૂ પીવાથી વધુ બેના મોત સાથે મૃત્યુઆંક ત્રણ
ભાવનગર તા.૧૯
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી વધુ બે વ્યક્તિના મોત થયા છે. ઇન્દોરના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવનું મોત થયું છે. અત્યાર સુધીમાં નકલી દારૂ પીવાથી ૩ વ્યક્તિઓના મોત થયા છે. કલેકટરે જણાવ્યું કે સિવિલમાં ૮ દર્દીઓ, અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં ૯ દર્દીઓ મળી કુલ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. દાખલ થયેલા તમામ દર્દીઓની સ્થિતિ હાલ નોર્મલ છે.
કલેકટરે લોકોને અપીલ પણ કરી કે રવિવાર અને સોમવારે ડુપ્લીકેટ દારૂ પીનારાએ ચેકઅપ કરાવવું જરૂરી છે.
ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી થયેલા મોત અને લોકોની તબિયત લથડી હોવાના પગલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તપાસ સોંપવામાં આવી છે. એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલી આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
શહેરના ભરતનગર, અકવાડા, તળાજા રોડ તેમજ જિલ્લાના ખાટડી, ખરકડી, નાના ખોખરા, દેવગાણાના ગામના લોકો ડુપ્લીકેટ દારૂ પીવાથી બીમાર પડ્યા હતા.


