ભુપેન્દ્ર પટેલની સરકારના 25 મંત્રીઓને અલગ અલગ જિલ્લાની ફાળવણી કરાઈ

વહીવટી કામકાજમાં સરળતા રહે અને જિલ્લાની પ્રગતિ માટે સોંપાઈ જવાબદારી

ભુપેન્દ્ર પટેલની સરકારના 25 મંત્રીઓને અલગ અલગ જિલ્લાની ફાળવણી કરાઈ

રાજ્ય સરકાર ના દરેક જિલ્લાના સુવ્યવસ્થિત વહીવટ, દેખરેખ અને જિલ્લાની પ્રગતિ માટે રાજ્ય સરકાર દ્વારા મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવે  છે. તાજેતરમાં નવા મંત્રી માંડલની રચના થતાં રાજ્યમાં મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ તરીકે હવાલો સંભાળેલ ત્યારે રાજ્યસરકાર દ્વારા દરેક મંત્રીઓને અલગ અલગ જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.  જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરની, કનુભાઈ દેસાઈને સુરત અને નવસારીની, જીતુ વાઘાણીને અમરેલી અને રાજકોટની, ઋષિકેશ પટેલ અમદાવાદ અને વાવ-થરાદની, કુંવરજી બાવળીયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની, નરેશ પટેલને વલસાડ અને તાપીની, અર્જુન મોઢવાડિયાને જામનગર અને દાહોદની, ડો. પ્રદ્યુમન વાજાને સાબરકાંઠા અને જૂનાગઢની, રમણ સોલંકીને ખેડા અને અરવલ્લીની, ઈશ્વરસિંહ પટેલને નર્મદાની, ડો. મનીષા વકીલને છોટાઉદયપુરની, પરષોત્તમ સોલંકીને ગીર સોમનાથની, કાંતિલાલ અમૃતીયાને કચ્છની, રમેશ કટારાને પંચમહાલની, દર્શન વાઘેલાને સુરેન્દ્રનગરની, કૌશિક વેકરિયાને ભાવનગર અને જૂનાગઢના સહ પ્રભારીની, પ્રવિણ માળીને મહેસાણા અને નર્મદાના સહ પ્રભારીની, ડો. જયરામ ગામીતને ડાંગની, ત્રિકમ છાંગાને મોરબી અને રાજકોટના સહ પ્રભારીની, કમલેશ પટેલને બનાસકાંઠા અને વડોદરાના સહ પ્રભારીની, સંજયસિંહ મહીડાને આણંદ અને ભરૂચના સહ પ્રભારીની, પૂનમચંદ બરંડાને મહિસાગર અને દાહોદના સહ પ્રભારીની સ્વરૂપજી ઠાકોરને પાટણની જયારે રીવાબા જાડેજાને બોટાદ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.