મૌની રોય સાથે અફેરની ચર્ચા પર અર્જુન બિજલાનીએ આપ્યો જવાબ, કહ્યું- ‘સાથે ડિનર કરવાથી અફેર નથી થઈ જતું’

‘નાગિન’ના કો-સ્ટાર્સના સંબંધોની અટકળો વચ્ચે અર્જુને અફેરના અહેવાલોને ફગાવ્યા; ‘ચુંબક સોસાયટી’ ૨૮ ઓગસ્ટથી OTT પર

મૌની રોય સાથે અફેરની ચર્ચા પર અર્જુન બિજલાનીએ આપ્યો જવાબ, કહ્યું- ‘સાથે ડિનર કરવાથી અફેર નથી થઈ જતું’

મુંબઈ, તા.૧૪
‘નાગિન’ ટીવી શોમાં સાથે કામ કરી લોકપ્રિય બનેલા અર્જુન બિજલાની અને મૌની રોય ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. બંને કલાકારો વચ્ચે અફેર હોવાની અટકળો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને મનોરંજન જગતમાં ચાલી રહી હતી. જોકે હવે અર્જુન બિજલાનીએ આ અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.
અર્જુન બિજલાનીએ જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ સાથે ડિનર પર જવાથી તેને અફેર કહી શકાય નહીં. અભિનેતાએ મૌની રોય સાથેના પોતાના સંબંધોને લઈને ફેલાઈ રહેલી વાતોને ખોટી ગણાવી હતી. અર્જુનનો દાવો છે કે છેલ્લા કેટલાક સમયથી કોઈ વ્યક્તિ મૌની રોય અંગે બદનામીના ઈરાદાથી ખોટી માહિતી ફેલાવી રહ્યું છે.
અર્જુન બિજલાની પરિણીત છે. તેણે નેહા સ્વામી સાથે લગ્ન કર્યા છે અને બંનેને એક પુત્ર અયાન બિજલાની છે. બીજી તરફ મૌની રોયે બિઝનેસમેન સૂરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા હતા. મે ૨૦૨૬માં મૌની અને સૂરજે ચાર વર્ષના લગ્નજીવન બાદ અલગ થવાની જાહેરાત કરી હતી.
આ જાહેરાત બાદ મૌની રોય અને અર્જુન બિજલાની અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. બંને અગાઉ ‘નાગિન’માં સાથે કામ કરી ચૂક્યા હોવાથી તેમની મિત્રતા પણ લાંબા સમયથી છે. જોકે સાથે જોવા મળવાને કારણે બંને વચ્ચે ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ હતી. હવે અર્જુને આ તમામ અટકળો પર સ્પષ્ટતા કરી અફેરની વાતને ફગાવી દીધી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન બિજલાનીની આગામી વેબ સિરીઝ ‘ચુંબક સોસાયટી’ ૨૮ ઓગસ્ટથી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. બીજી તરફ મૌની રોય છેલ્લે ‘અબ હોગા હિસાબ’ની બીજી સિઝનમાં જોવા મળી હતી.