મહાશિવરાત્રીના મેળામાં કાર્યરત ૧૦૮ ના કર્મચારીઓનું સન્માન કરાયું
જૂનાગઢ તા. ૯
મીની કુંભ મેળા સમાન મહાશિવરાત્રી મેળા ૨૦૨ ના સફળ આયોજનમાં જિલ્લા ૧૦૮ ઇમરજન્સી સેવાના અધિકારીશ્રી અને કર્મચારીઓને સંકલન, સમર્પણ અને કાર્યકુશળતાથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના આ પ્રયાસોથી મેળા દરમિયાન આવેલી તમામ મેડિકલ ઇમરજન્સીની તમામ વ્યવસ્થાઓ શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને અનુકૂળ રીતે પૂરી પાડેલ જે બદલ આજરોજ આ ઉત્તમ કામગીરી બદલ ૧૦૮ ના પાયલોટ જીતુદાન ગઢવી અને ડૉ ભાવેશ ભરડા પ્રમાણપત્ર આપી જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવાસિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.


