મહેશ દિક્ષીત દેશના નવા આઈબી ચીફ બન્યા
(એજન્સી) નવી દિલ્હી, તા. 26
કેન્દ્ર સરકારે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના સ્પેશિયલ ડિરેક્ટર મહેશ દીક્ષિતને દેશની આંતરિક ગુપ્તચર એજન્સીના નવા ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 30 જૂને તેમનો કાર્યકાળ પૂરો કરી રહેલા તપન કુમાર ડેકાનું સ્થાન લેશે. કેન્દ્ર સરકારે મહેશને બે વર્ષ માટે IB ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. મહેશ દીક્ષિત 1993 બેચના આંધ્ર પ્રદેશ કેડરના IPS અધિકારી છે. હાલમાં તેઓ IBમાં સ્પેશિયલ ડિરેક્ટર અને એજન્સીના બીજા સૌથી વરિષ્ઠ અધિકારી હતા. આ પહેલા તેઓ જમ્મુ-કાશ્મીરમાં સબસિડિયરી ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB)ના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમને એન્ટી ટેરરિઝમ અને ગુપ્તચર ઓપરેશનનો લાંબો અનુભવ છે.


