રાજકોટ ટપાલ વિભાગ અને ‘ક્લીન અપ ઇન્ડિયા’ ટીમ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અંતર્ગત જ્યુબિલી ગાર્ડન અને તેની આસપાસના વિસ્તારોને ‘ક્લીન‘ કર્યાં
રાજકોટ તા.રર
‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાન અંતર્ગત રાજકોટ ટપાલ વિભાગ અને ‘ક્લીન અપ ઇન્ડિયા’ ટીમના સંયુક્ત ઉપક્રમે જ્યુબિલી ગાર્ડન તેમજ તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. આ અભિયાન દરમિયાન રાજકોટ પોસ્ટલ સ્ટાફ અને ‘ક્લીન અપ ઇન્ડિયા’ના સભ્યોએ ગાર્ડન પરિસર તથા આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કરીને તેનો નિકાલ કર્યો હતો. ટપાલ વિભાગ અને ‘ક્લીન અપ ઇન્ડિયા’ ટીમ દ્વારા જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવાના હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


