રાજસ્થાન હાઈકોર્ટે આસારામની આજીવન કેદની સજા યથાવત રાખી : તત્કાલ સરન્ડર કરવા આદેશ

રાજસ્થાન હાઈકોર્ટે આસારામની આજીવન કેદની સજા યથાવત રાખી : તત્કાલ સરન્ડર કરવા આદેશ

(એજન્સી)         જયપુર,તા.27:
રાજસ્થાન હાઈકોર્ટે સગીર વયના બળાત્કારના કેસમાં સજા ભોગવી રહેલા આસારામને મોટી રાહત આપવાનો ઇન્કાર કરતાં તેમની આજીવન કેદની સજા યથાવત રાખી છે. કોર્ટે તેમને ગેંગરેપના આરોપમાંથી મુક્ત કર્યા, જ્યારે અન્ય ગંભીર આરોપો પર તેમની સજા યથાવત રાખવામાં આવી છે. આસારામને શરણાગતિ સ્વીકારવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જોધપુરના આ ર્નિણય બાદ, આ કેસ ફરી એકવાર દેશવ્યાપી ચર્ચામાં છે. રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચના જસ્ટિસ અરુણ મોંગા અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર પુરોહિતની ડિવિઝન બેન્ચે આસારામ સહિત ત્રણ આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સગીર વયના બળાત્કાર માટે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજામાં કોઈ ફેરફાર થશે નહીં.