લોનાવાલામાં ૫૨ ઈંચ વરસાદ : ૧૦૦૦ વર્ષનો રેકોર્ડ તુટયો : મહાબળેશ્વરમાં ર૦ ઈંચ

લોનાવાલામાં ૫૨ ઈંચ વરસાદ : ૧૦૦૦ વર્ષનો રેકોર્ડ તુટયો : મહાબળેશ્વરમાં ર૦ ઈંચ

(એજન્સી)             મુંબઈ તા.૮ :
મહાનગર મુંબઈ આસપાસના હીલ સ્ટેશનો પર વરસાદી હાહાકારની સ્થિતિ છે. લોનાવાલામાં ૪૮ કલાકમાં ૧૩૦૦ મીમી વરસાદ નોંધાતા છેલ્લા ૧૦૦૦ વર્ષનો રેકોર્ડ તુટયો છે. લોનાવાલામાં ગત તા.૫ 
જુલાઈએ ૬૭૦ મીમી અને તા.૬ જુલાઈના ૬૨૦ મીમી વરસાદ નોંધાયો છે. આમ ૪૮ કલાકમાં લોનાવાલામાં ૧૩૦૦ મીમી (પર ઈંચ) વરસાદ નોંધાયો છે. જયારે  મુંબઈ તથા દેશભરના માનીતા મહાબળેશ્વરમાં પણ ૨૪ કલાકમાં ૫૧૩ મીમી વરસાદ નોંધાતા અહી ૧૦૦ વર્ષનો સૌથી વધુ વરસાદ પડતા બન્ને હિલ સ્ટેશન પર ચારે તરફ પાણી તથા પહાડી ક્ષેત્રમાં વહેતા ધોધથી જબરા મનોરમ્ય દ્રશ્ય સર્જાયા છે. મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૪ મીમી એટલે કે પાંચ ઈંચ વરસાદ શાંતાક્રુઝ વેધશાળામાં નોંધ્યો છે તો કોલાબા વેધશાળામાં ૬૨ મીમી એટલે કે અઢી ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. પાલઘરમાં વરસાદી દુર્ઘટનાથી ૧૦ મોત થયા છે.દેશના વ્યાપારી પાટનગર મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર પર સર્જાયેલી મેઘતાંડવ જેવી સ્થિતિમાં એક તરફ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ સાથે મુંબઈમાં ભારે તોફાની પવન હળવા વરસાદની આગાહી કરી છે તથા અનેક સ્થળોએ ભારે અતિ ભારે વરસાદની શકયતા સાથે સાવધાની રાખવા ખાસ તાકીદ કરી છે.