વેરાવળનાં ટાવર ચોકમાં આખલાઓએ આતંક મચાવ્યો

વેરાવળનાં ટાવર ચોકમાં આખલાઓએ આતંક મચાવ્યો

(રાકેશ પરડવા દ્વારા)
ગીર સોમનાથ તા. રપ
ગીર સોમનાથ જીલ્લાનાં વેરાવળ શહેરમાં છેલ્લા કેટલાય સમય થયા રખડતા ઢોર અને પશુઓની સમસ્યા રહેલી છે. નગરપાલીકાની કચેરીએ પણ પશુઓનાં અડીંગાનાં દ્રશ્યો જાેવા મળે છે. અવાર નવાર રજુઆતો કરવા છતાં પણ પાલીકા તંત્ર કોઈ કાર્યવાહી કરતુ નથી. અને તેના દાવા પોકળ સાબીત થઈ રહયા છે. આ દરમ્યાન ટાવર ચોકમાં બે આખલાઓ વચ્ચે ભારે યુધ્ધ થયુ હતું. અને ભરચકક વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. સદનસીબે કોઈને જાનહાની થઈ નથી. રખડતા પશુઓનાં ત્રાસથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પાલીકા તંત્ર રખડતા પશુઓના ત્રાસમાંથી મુકિત અપાવે તેવી માંગણી ઉઠવા પામી છે.