શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં હિમાલય થીમ આધારિત શિવસ્વરૂપ શણગાર કરાયો

શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં હિમાલય થીમ આધારિત શિવસ્વરૂપ શણગાર કરાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૪
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તા.૨૪-૮-૨૦૨૬ને  સોમવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં હિમાલય થીમ આધારિત શિવસ્વરૂપ શણગાર કરાયો હતો. દાદાને શિવજીના રૂપમાં રૂદ્રાક્ષની માળાઓ, વાઘામ્બર અને શીશ પર અર્ધચંદ્ર સાથે વિશેષ શણગારવામાં આવ્યાહતા. આજે સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી  પૂજારી સ્વામીદ્વારા કરવામાં આવી હતી.  આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો  અનુભવ કરેલ. શ્રાવણ માસ દરમ્યાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે ૭ થી સાંજે ૬ દરમિયાન કરવામાં આવશે. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.૧૩-૦૮-૨૦૨૬ થી તા.૧૧-૦૯-૨૦૨૬ સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ, સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારૂતિ યજ્ઞ, દર રવિવારે સાંજે ૪:૪૫ કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી,દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર, શ્રી હરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ આદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.