સખી વન સ્ટોપ સેન્ટર માંથી નાસી ગયેલ બાંગ્લાદેશી મહિલા અંકલેશ્વરથી ઝડપાઈ
જૂનાગઢ તા.૨૭
જૂનાગઢ શહેરમાં હાથીખાના ચોક, બહેરા મૂંગા શાળાના ગ્રાઉન્ડમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવેલ બાંગ્લાદેશી મહિલા મિથિલા રાજુ રોય ગત તા. ૧૯ ઓક્ટોબરના રોજ નાસી ગઈ હતી.
આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ. એ. બી. ચૌધરી દ્વારા નાસી ગયેલ મહિલાને પકડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન વુમન પીએસઆઈ આર. આર. બલોચ તથા પોલીસ સ્ટાફ નેત્રમ શાખાના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં ટેકનિકલ આવ્યા અને સોર્સથી કરવામાં આવી હતી. તપાસ આ દરમિયાન બાંગ્લાદેશી મહિલા હાલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે હોવાની હકીકત મળતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ તુરંત અંકલેશ્વર ખાતે પહોંચી હતી.
ત્યાં તપાસ કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા અંકલેશ્વરના એક સ્પા માંથી મળી આવતા તેને સોમવારે વહેલી સવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી.


