સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ દ્વારા ૪૦માં સર્વ જ્ઞાતિય સમુહલગ્ન તેમજ રક્તદાન કાર્યક્રમ સંપન્ન
જૂનાગઢ, તા.૭
સમાજમાં સામાજિક એકતાનું પ્રતિક અને માનવતાની સુગંધ ફેલાવતી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ભવનાથ હિન્દુ સનાતન ધર્મશાળામાં તા.
૫-૩-૦૨૬ને ગુરૂવારના રોજ ૪૦માં સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન યોજાઈ ગયા જેમાં દિવ્યાંગ કપલે પણ આ સમૂહ લગ્નમાં જાેડાઈ એક અનોખું સમાજનું પ્રતિક બની ઉદાહરણ આપવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાના નેતૃત્વ હેઠળ નિસ્વાર્થ સેવાભાવનો સમાજને જીવંત ઉદાહરણ બનેલ છે સમાજ સેવાની પ્રતિબંધતા એવી છે કે આ ટીમ નિષ્ઠા અને સમર્પણથી કામ કરી રહી છે અને નિસ્વાર્થે કામ કરી રહી છે અને કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી અને સનાતન ધર્મને ઉજાગર કરતો આ ૪૦માં સર્વ જ્ઞાતિય લગ્ન એક હિન્દુ પ્રતીક સમાન છે જેમાં ચાર જરૂરિયાતમંદ દીકરીઓનો કન્યાદાન પણ સંસ્થાના કાર્યકર અને દાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
આ તકે વ્યસન મુક્તિ માટેનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્ત્રીભૃણ હત્યાના શપથ લેવડાવી નવદંપત્તિઓને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં ખાસ નવદંપતીને આશીર્વાદ અને આશીર્વચન આપવા માટે ધોરાજી હવેલીના મહારાજ શ્રી પૂજ્ય પાદ ગોસ્વામી અભિષેકકુમાર મહોદય ઉપસ્થિત રહ્યા હતા તેમજ મેંદરડાના સુખરામબાપુ, ભવનાથ શંભુ પંચ અગ્નિ અખાડાના પૂજ્ય જયદેવ મહારાજ તેમજ મુચકુંડ મંદિરના રાજેન્દ્ર ગીરીબાપુ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ મુંબઈથી ખાસ ઉપસ્થિત રહેલ હિનાબેન ગાંધી તેમજ માનવ જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટના કુલીનભાઈ લુથીયા અને રાજકોટથી પધારેલા ચંદ્રિકાબેન જાેશી, અલ્પાબેન સખીયા, સુરતના વર્ષાબેન ગોંડલીયા, અમદાવાદથી ભારતીબેન ઠાકોર, મેયર ધર્મેશભાઈ પોશિયા, આકાશભાઈ કટારા, પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા, ભીખાભાઈ જાેશી, નાગભાઈ વાળા, દાદુભાઈ કનારા, ભાવેશભાઈ ઝિંઝુવાડીયા, મનિષાબેન કોયાણી, વિજયભાઈ કિકાણી, જીતુભાઈ પંડ્યા, હરજીવનભાઈ ગોપાણી, આશિષભાઈ રાવલ, ભરતભાઈ રાવલ, અમુભાઈ પાનસુરીયા, વર્ષાબેન કરંગીયા, ચેતનાબેન મિશ્રાણી, પ્રવિણાબેન વાઘેલા, જ્યોતિબેન કેશવાલા, વિદ્યાબેન લોઢીયા, સુશીલાબેન શાહ, આધ્યાશક્તિબેન મજમુદાર, રશ્મીબેન વિઠલાણી, જયશ્રીબેન વેકરીયા, ચેતનાબેન પંડ્યા, લાભુબેન ગોંડલીયા, કાજલબેન લાખાણી, મીનાબેન સુખડિયા, રીટાબેન ચાવડા, મીનાબેન દુસારા, ડોક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા, ડોક્ટર જાદવ, મનનભાઈ અભાણી, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી દરેક દંપતિઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.આ સર્વ જ્ઞાતિએ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, મુકેશગીરી મેઘનાથી, દેવીદાસભાઈ નેણસાણી, ઠાકરશીભાઈ વાઘેલા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, બટુકબાપુ, કચરાભાઈ પરમાર, કે કે ગોસાઈ, મનહરસિંહ ઝાલા, પ્રવીણભાઈ જાેશી, ચંપકભાઈ જેઠવા, રાજેન્દ્રભાઈ ચુડાસમા, મુળુભાઇ જાેગલ, મનોજભાઈ રાજા, કિશોરભાઈ ચોટલીયા, નવનીતભાઈ શાહ, ઉપેન્દ્રભાઈ દવે, મુકેશભાઈ પાંડવ, કૈલાશપુરી ગોસાઈ, છગનભાઈ લાડવા, રણછોડભાઈ, પ્રજ્ઞેશભાઈ વાજા, છોટુભાઈ વાજા, કિરીટભાઈ વાજા, હસુભાઈ મારૂ, પરેશભાઈ બાટમિયા, મનોજ સાવલિયા, પટ્ટી દીપકભાઈ, કનૈયો દ્વારા આ લગ્ન કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.


