હિરા ઉદ્યોગમાં ભારે મંદી : કિંમત ત્રણ દાયકાના સૌથી નીચા સ્તરે
(એજન્સી) મુંબઇ, તા.૨૩
ભારત સહિત દુનિયાભરમાં કુદરતી હીરા (ડાયમંડ) સામે લેબમાં તૈયાર થતાં (લેબ ગ્રોન) ડાયમંડનું દબાણ વધી રહ્યું છે. કુદરતી અને કૃત્રિમ વચ્ચે રીતસર સ્પર્ધા જ છે જ્યારે હીરાની કિંમત છેલ્લા બે દાયકાની નીચી સપાટીએ આવી ગઇ છે. નબળી ડીમાંડ, જરૂરીયાત કરતાં વધુ સપ્લાય તથા લેબમાં બનતા હીરાની વધતી ખપત જેવા કારણોસર કુદરતી હીરાની કિંમતમાં આ ઘટાડો થયો છે. ભારતમાં ડાયમંડ વ્યવસાયમાં શામેલ વેપારીઓ તથા આભૂષણ કંપનીઓ પર તેની અસર થઇ રહી છે. હીરા ઉદ્યોગના સૂત્રોના કહેવા પ્રમાણે નેચરલ ડાયમંડ (કુદરતી હીરા)ની કિંમત ૨૦૨૧માં રેકોર્ડસ્તરે હતી. તેની સરખામણીએ અંદાજીત ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થઇ ગયો છે.


