હર ઘર તિરંગા, હર દીલ તિરંગા દેશભકિતનાં રંગે રંગાયું જૂનાગઢ : ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

હર ઘર તિરંગા, હર દીલ તિરંગા દેશભકિતનાં રંગે રંગાયું જૂનાગઢ : ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

જૂનાગઢ તા. ૧૪
દેશનાં ૮૦માં સ્વાતંત્ર પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી આવતીકાલે કરવામાં આવનાર છે ત્યારે સ્વાતંત્ર પર્વનાં આગલા દિવસે એટલે કે આજે સવારે જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આજે સવારે ૮.૩૦ કલાકે નરસિંહ મહેતા તળાવ ખાતેથી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ હતું. આ યાત્રા નરસિંહ મહેતા સરોવરથી શરૂ થઈ આઝાદ ચોક, રાણાવાવ ચોક, ડો. બાબાસાહેબ આંબેડકર ચોક અને કાળવા ચોક થઈ જીમખાના સરદાર ચોક ખાતે તેનું સમાપન થયું હતું. આજે યોજાયેલી તિરંગા યાત્રામાં વરીષ્ઠ અગ્રણી ગોરધનભાઈ ઝડફીયા તેમજ જૂનાગઢ મનપાનાં મેયર ધર્મેશ પોશીયા તેમજ પદાધિકારીઓ ઉપરાંત જીલ્લા વહીવટી તંત્રનાં અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શાળાઓનાં વિદ્યાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહયા હતાં. રાષ્ટ્ર ભકિત, રાષ્ટ્ર ગાનનાં નારા અને સુત્રોચ્ચાર સાથે નિકળેલી આ તિરંગા યાત્રાને કારણે જૂનાગઢ દેશભકિતનાં રંગે રંગાયુ હતું. તિરંગા યાત્રાની સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.