હવે વિમો લેવો ઓનલાઈન શોપીંગ જેવું જ સરળ બની જશે

હવે વિમો લેવો ઓનલાઈન શોપીંગ જેવું જ સરળ બની જશે
ZEE NEWS

(એજન્સી)   નવી દિલ્હી તા.૧૯: 
વિમો મેળવવો હવે ઓનલાઈન શોપીંગ જેવો સરળ બની જશે. ઈરડાએ ‘બીમા સુગમ‘ નામનો વીમો લોન્ચ કર્યો છે. દેશના વીમા નિયામક ઈરડાએ અધિકૃત રીતે ‘બીમા સુગમ‘ પોર્ટલના લોન્ચીંગની જાહેરાત કરી છે. 
જેની મદદથી લાઈફ, સ્વાસ્થ્ય, મોટર કે કોઈપણ પ્રકારની વીમા પોલીસીની ખરીદી કરી શકાશે.જેના દ્વારા કલેમ સેટલમેન્ટ અને પોલિસી રિન્યુઅલ પણ કરી શકાશે. જેની ઘણા લાંબા સમયની રાહ જોવાતી હતી. જાણકારી મુજબ પ્લેટફોર્મનું પ્રથમ ફેઝ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં લાઈવ કરવામાં આવશે.